પોરબંદરમાં જુનિયર વકીલ પર હુમલો.
પોરબંદર, 18 જૂન (હિ.સ.)પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથક વિસ્તારમાં આવેલા શ્રીજીનગર ખાતે કૃષ્ણા પાન પાસે ફોન પર વાત કરી રહેલા વકીલના જુનિયર પર હુમલો કરી મોબાઈલ તોડી નાખવાના બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ શ્રીજીનગર વિસ્તારમાં ર
પોરબંદરમાં જુનિયર વકીલ પર હુમલો.


પોરબંદર, 18 જૂન (હિ.સ.)પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથક વિસ્તારમાં આવેલા શ્રીજીનગર ખાતે કૃષ્ણા પાન પાસે ફોન પર વાત કરી રહેલા વકીલના જુનિયર પર હુમલો કરી મોબાઈલ તોડી નાખવાના બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ શ્રીજીનગર વિસ્તારમાં રહેતા અને વકીલ સાથે જુનિયર તરીકે કાર્યરત રાહુલ રાણાભાઈ ડાંગર (ઉ.વ. 42) પોતાના ઘર નજીક આવેલા ક્રિષ્ના પાન પાસે ફોન પર વાત કરી રહ્યા હતા. તે દરમિયાન બીજોય કારાવદરા નામનો એક શખ્સ તથા અન્ય બે અજાણ્યો વ્યક્તિ ત્યાં આવી પહોંચ્યા હતા.ફરિયાદ મુજબ આરોપી બીજોય કારાવદરા રાહુલ ડાંગરને “અહીં કેમ આંટા મારે છે?” તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો. બાદમાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને આરોપીઓએ ગાળો આપી રાહુલભાઈને મોઢા અને કાનની વચ્ચે ઘૂંસો મારી નીચે પાડી દીધા હતા. દરમિયાન ફરિયાદી પોલીસને ફોન કરવા જતા આરોપીઓએ તેમના હાથ પર માર મારી મોબાઈલ નીચે પાડી દીધો હતો, જેના કારણે મોબાઈલ તૂટી ગયો હતો અને આશરે 5 હજારનું નુકસાન થયું હતું. હુમલામાં રાહુલ ડાંગરને મોઢા, કાન પાસે, ડોકની પાછળ તેમજ કમરના ભાગે ઈજાઓ પહોંચી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. બનાવ બાદ બંને આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘટનાને લઈને ઉદ્યોગનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande