સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર ડૉ. તેજસ દોશીના કોટન બેગ અભિયાનને આંતરરાષ્ટ્રીય સંશોધન જર્નલમાં સ્થાન
ભાવનગર, 18 જૂન (હિ.સ.) ભાવનગર શહેરના સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર અને પર્યાવરણપ્રેમી ડૉ. તેજસ દોશીના ટકાઉ વિકાસ અને પર્યાવરણ સંરક્ષણના પ્રયાસોને વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. તેમના કોટન બેગ ઉપયોગ પ્રોત્સાહન અભિયાનથી પ્રેરિત સંશોધનને આંતરર
Dr. તેજસ ફાઈલ ફોટો


ભાવનગર, 18 જૂન (હિ.સ.) ભાવનગર શહેરના સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર અને પર્યાવરણપ્રેમી ડૉ. તેજસ દોશીના ટકાઉ વિકાસ અને પર્યાવરણ સંરક્ષણના પ્રયાસોને વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. તેમના કોટન બેગ ઉપયોગ પ્રોત્સાહન અભિયાનથી પ્રેરિત સંશોધનને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે. “Greener Choices, Smarter Futures: ESG Evaluation of Cotton Bags as Sustainable Choices” વિષય પર કરવામાં આવેલ સંશોધન પેપરને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંશોધન જર્નલ SKIPS Anveshan માં સ્થાન મળ્યું છે.

આ સંશોધન ઉર્વી અમીન અને સુઝાન પીટર્સ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. અભ્યાસમાં કોટન બેગને Environmental, Social અને Governance (ESG) માપદંડોના આધારે ટકાઉ અને જવાબદાર વિકલ્પ તરીકે મૂલવવામાં આવી હતી. સંશોધન દરમિયાન જાણવા મળ્યું કે કોટન બેગનો વ્યાપક ઉપયોગ પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવામાં, પર્યાવરણીય જાગૃતિ વધારવામાં તેમજ જવાબદાર ઉપભોક્તા વર્તનને પ્રોત્સાહિત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.

આ સંશોધન પેપરનું આંતરરાષ્ટ્રીય પરિષદમાં સફળતાપૂર્વક પ્રસ્તુતિકરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેના ગુણવત્તાસભર અભ્યાસ અને સામાજિક ઉપયોગિતાને ધ્યાનમાં રાખીને તેનું પ્રકાશન પ્રતિષ્ઠિત સંશોધન જર્નલમાં કરવામાં આવ્યું છે. આ સિદ્ધિ ડૉ. તેજસ દોશીના ટકાઉ વિકાસ, પર્યાવરણ સંરક્ષણ અને સમાજલક્ષી સંશોધનના વિઝનને વધુ મજબૂત બનાવે છે.

ડૉ. તેજસ દોશીએ જણાવ્યું હતું કે સંશોધન ત્યારે જ સાચા અર્થમાં સફળ બને છે જ્યારે તે સમાજના કલ્યાણ, પર્યાવરણના સંરક્ષણ અને આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉપયોગી સાબિત થાય. તેમણે યુવા સંશોધકોને સમાજ અને પર્યાવરણને સ્પર્શતા વિષયો પર વધુ સંશોધન કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

આ સમગ્ર કાર્ય હરિત, જવાબદાર અને ટકાઉ ભવિષ્યના નિર્માણ માટે પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યું છે અને પર્યાવરણ સંરક્ષણ માટે કોટન બેગના ઉપયોગને નવી દિશા આપી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande