માધવપુરમાં ગેરકાયદેસર માછીમારી કરી રહેલ સામે ફરિયાદ
પોરબંદર, 18 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લાના માધવપુર દરિયાકાંઠે ચોમાસા દરમિયાન માછીમારી પર પ્રતિબંધ હોવા છતાં દરિયામાં માછીમારી કરવા ગયેલા ચાર માછીમારો સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા પ્રતિબંધાત
માધવપુરમાં ગેરકાયદેસર માછીમારી કરી રહેલ સામે ફરિયાદ


પોરબંદર, 18 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લાના માધવપુર દરિયાકાંઠે ચોમાસા દરમિયાન માછીમારી પર પ્રતિબંધ હોવા છતાં દરિયામાં માછીમારી કરવા ગયેલા ચાર માછીમારો સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા પ્રતિબંધાત્મક આદેશનો ભંગ કરવા બદલ ચારેય સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ માધવપુર ગામના મચ્છીયાવાડ વિસ્તારમાં રહેતા દિલાવર હારુનભાઈ લુચાણી (ઉ.વ. 40), સાદિક હાસમભાઈ બેસે લિયા (ઉ.વ. 37), ઈમરાન કાદરભાઈ લુચાણી (ઉ.વ. 37) અને કાસમ હનીફભાઈ લુચાણી પોતાની યાંત્રિક બોટ/હોડી મારફતે દરિયામાં માછીમારી કરવા ગયા હતા. જિલ્લા મેજિસ્ટ્રેટ પોરબંદર દ્વારા જાહેરનામા નં. એમએજી/વશી/163/305-1/2026

મુજબ તા. 1 જૂન 2026થી 30 જુલાઈ 2026 સુધી ચોમાસુ સીઝન દરમિયાન દરિયામાં માછીમારી કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમ છતાં આ જાહેરનામાનો ભંગ કરીને દરિયામાં માછીમારી કરવા જતાં ચારેય સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે જાહેરનામાના ભંગ બદલ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande