સિદ્ધપુરમાં કોંગ્રેસનો મોંઘવારી અને નીટ કૌભાંડ સામે વિરોધ
પાટણ, 18 જૂન (હિ.સ.)કોંગ્રેસ દ્વારા સિદ્ધપુરમાં અસહ્ય મોંઘવારી, પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસના ભાવવધારા તેમજ NEET પરીક્ષાના પેપર લીક કૌભાંડના વિરોધમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ
સિદ્ધપુરમાં કોંગ્રેસનો મોંઘવારી અને NEET કૌભાંડ સામે વિરોધ


સિદ્ધપુરમાં કોંગ્રેસનો મોંઘવારી અને NEET કૌભાંડ સામે વિરોધ


પાટણ, 18 જૂન (હિ.સ.)કોંગ્રેસ દ્વારા સિદ્ધપુરમાં અસહ્ય મોંઘવારી, પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસના ભાવવધારા તેમજ NEET પરીક્ષાના પેપર લીક કૌભાંડના વિરોધમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ કચેરી સામે સરકાર વિરોધી સૂત્રોચ્ચારો સાથે વિરોધ નોંધાવ્યો અને બાદમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યું.

ધરણા દરમિયાન ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે વધતી મોંઘવારીના કારણે સામાન્ય નાગરિકો, ખેડૂતો, મજૂરો અને ગૃહિણીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પેટ્રોલ, ડીઝલ અને રસોઈગેસના સતત વધી રહેલા ભાવોથી મધ્યમ વર્ગના પરિવારોનું માસિક બજેટ ખોરવાઈ ગયું હોવાનું તેમણે જણાવ્યું અને સરકાર પર પ્રજાની સમસ્યાઓ પ્રત્યે બેદરકારીનો આરોપ લગાવ્યો.

NEET પેપર લીક મામલે તેમણે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે વાલીઓ પોતાના સંતાનોના ભવિષ્ય માટે સંઘર્ષ કરી રહ્યા છે, જ્યારે રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓમાં ગેરરીતિઓથી મહેનતુ વિદ્યાર્થીઓના સપનાઓને આંચકો પહોંચે છે. શિક્ષણના વ્યાપારીકરણ અને પરીક્ષા વ્યવસ્થાની ખામીઓ સામે કડક કાર્યવાહી કરવાની તેમણે માંગ કરી.

કોંગ્રેસે પેટ્રોલ, ડીઝલ, રસોઈગેસ અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવોમાં તાત્કાલિક ઘટાડો કરવા તેમજ NEET પેપર લીક કૌભાંડની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કડક પગલાં લેવા માંગ કરી હતી. કાર્યક્રમમાં કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો, મહિલાઓ, યુવાનો અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande