બરડા વિસ્તારમાં ગેરકાયદેસર ખોદકામ ન થાય તે માટે તંત્રની સતત દેખરેખ.
પોરબંદર, 18 જૂન (હિ.સ.)બરડા ડુંગર વિસ્તારમાં કોઈક જગ્યાએ ગેરકાયદેસર ખોદકામ થતી હોવાની મીડિયાના માધ્યમથી મળેલી રજૂઆતોના સંદર્ભે જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણીએ જણાવ્યું હતું કે, વન વિભાગ અને બરડા ડુંગર વિસ્તારની હદ બહાર આવેલી આ બ્લેક ટ્રેપની લીઝ 2030 સ
બરડા વિસ્તારમાં ગેરકાયદેસર ખોદકામ ન થાય તે માટે તંત્રની સતત દેખરેખ.


પોરબંદર, 18 જૂન (હિ.સ.)બરડા ડુંગર વિસ્તારમાં કોઈક જગ્યાએ ગેરકાયદેસર ખોદકામ થતી હોવાની મીડિયાના માધ્યમથી મળેલી રજૂઆતોના સંદર્ભે જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણીએ જણાવ્યું હતું કે, વન વિભાગ અને બરડા ડુંગર વિસ્તારની હદ બહાર આવેલી આ બ્લેક ટ્રેપની લીઝ 2030 સુધી માન્ય છે, પરંતુ એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ (EC) ન હોવાથી 2021થી તેનું એટીઆર (ATR) બંધ છે. તે સમયે ત્યાં અંદાજે 65,000 મેટ્રિક ટન ખોદકામ કરેલો જથ્થો પડ્યો હતો, જેને ખસેડવા માટે અગાઉના નામદાર સુપ્રીમકોર્ટના ચુકાદાઓ અને હુકમોને ધ્યાને રાખીને મંજૂરી આપવામાં આવી હતી.

હાલમાં ભૂસ્તર શાસ્ત્રી અને ટેકનિકલ ટીમ દ્વારા સ્થળ પર નવો સર્વે કરવામાં આવ્યો છે; જો અગાઉના ડેટા અને નવા સર્વેની સરખામણીમાં લીઝ ધારક દ્વારા મંજૂરી વિનાનું વધારાનું ખોદકામ માલૂમ પડશે, તો કાયદા મુજબ દંડ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande