પોરબંદરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી નિમિત્તે નિઃશુલ્ક યોગ પ્રોટોકોલ શિબિરોનો પ્રારંભ
પોરબંદર, 18 જૂન (હિ.સ.) : 21 જૂનના 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પોરબંદર જિલ્લામાં વિવિધ સ્થળોએ નિઃશુલ્ક યોગ પ્રોટોકોલ શિબિરોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીના નેતૃ
પોરબંદરમાં 21 જૂનના 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી નિમિત્તે નિઃશુલ્ક યોગ પ્રોટોકોલ શિબિરોનો પ્રારંભ.


પોરબંદરમાં 21 જૂનના 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી નિમિત્તે નિઃશુલ્ક યોગ પ્રોટોકોલ શિબિરોનો પ્રારંભ.


પોરબંદરમાં 21 જૂનના 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી નિમિત્તે નિઃશુલ્ક યોગ પ્રોટોકોલ શિબિરોનો પ્રારંભ.


પોરબંદરમાં 21 જૂનના 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી નિમિત્તે નિઃશુલ્ક યોગ પ્રોટોકોલ શિબિરોનો પ્રારંભ.


પોરબંદર, 18 જૂન (હિ.સ.) : 21 જૂનના 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પોરબંદર જિલ્લામાં વિવિધ સ્થળોએ નિઃશુલ્ક યોગ પ્રોટોકોલ શિબિરોનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીના નેતૃત્વમાં સ્ટેટ કો-ઓર્ડિનેટર અનિલ ત્રિવેદી, પોરબંદર-જૂનાગઢના કો-ઓર્ડિનેટર ચેતનાબેન ગજેરા તથા પોરબંદરના કો-ઓર્ડિનેટર કેતન કોટિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિવિધ સ્થળોએ નિઃશુલ્ક યોગ પ્રોટોકોલ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ શિબિરોની શ્રેણીનો પ્રારંભ ગુરુકુલ મહિલા કોલેજ ખાતે વિધિવત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં પ્રિન્સિપાલ ડૉ. નાગર, વાઇસ પ્રિન્સિપાલ પ્રો. રોહિણીબા જાડેજા, સી.ડી.સી. કોઓર્ડિનેટર ડૉ. નયન ટાંક, યોગ સંયોજક પ્રો. શોભના વાળા, એન.એસ.એસ. સંયોજકો ડૉ. રાજેન્દ્ર ચૌધરી અને ડૉ. નમ્રતા સમાણી, વિશ્વ યોગ ચેમ્પિયન શાહ નવાઝ વાજા તેમજ યોગ પ્રશિક્ષકો અંજલિ ગાંધ્રોકિયા અને ધ્વનિ સલેટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ સાથે યોગ પ્રોટોકોલમાં ભાગ લઈ 21 જૂનના વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં બહોળી સંખ્યામાં જોડાવા અપીલ કરી હતી.

રાજ્યના વન, પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી તથા પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જિલ્લાના યોગ પરિવાર સાથે સંવાદ કરી આગામી યોગ કાર્યક્રમોની રૂપરેખા અંગે માહિતી મેળવી હતી. તેમણે જણાવ્યું હતું કે યોગ સ્વસ્થ અને સશક્ત સમાજના નિર્માણ માટે મહત્વપૂર્ણ છે. સાથે જ તેમણે લોકહિત માટે આયોજિત નિઃશુલ્ક યોગ કાર્યક્રમો અને યોગ પ્રોટોકોલ શિબિરોનો વધુમાં વધુ લાભ લેવા રાજ્ય તથા પોરબંદરની જનતાને અપીલ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande