ગેરકાયદેસર માછીમારી કરતા બોટ માલીક/સંચાલક વિરૂધ્ધ ગુજરાત મત્સ્યોધ્યોગ અધિનિયમ મુજબ કાર્યવાહી કરતી ગીર સોમનાથ પોલીસ
ગીર સોમનાથ, 18 જૂન (હિ.સ.) : કોસ્ટલ વિસ્તારમાં ગેર કાયદેસર રીતે માછીમારી કરતા બોટ માલીક/ સંચાલકો વિરુધ્ધ કાર્યવાહી કરવા પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન મુળ દ્રારકા બંદર જેટી પાસે દરીયા કિનારેથી નિરપ્પલી નામની રજી નં. IND-GJ-32-MO- 8059 વાળી યાંત્રીક
ગેરકાયદેસર માછીમારી કરતા બોટ માલીક/સંચાલક વિરૂધ્ધ ગુજરાત મત્સ્યોધ્યોગ અધિનિયમ મુજબ કાર્યવાહી કરતી ગીર સોમનાથ પોલીસ


ગીર સોમનાથ, 18 જૂન (હિ.સ.) : કોસ્ટલ વિસ્તારમાં ગેર કાયદેસર રીતે માછીમારી કરતા બોટ માલીક/ સંચાલકો વિરુધ્ધ કાર્યવાહી કરવા પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન મુળ દ્રારકા બંદર જેટી પાસે દરીયા કિનારેથી નિરપ્પલી નામની રજી નં. IND-GJ-32-MO- 8059 વાળી યાંત્રીક બોટ દરીયામાં માછીમારી કરવા ઉપર પ્રતીબંધ હોવા છતાં દરીયામાં ગેરકાયદેસર ફિશીંગ કરવા જઇ ફિશીંગ કરતા મળી આવતા બોટ માલીક /ટંડેલ/ સંચાલક વિરુધ્ધ ગુજરાત મત્સ્યોધ્યોગ નિયમો/ સુધારા- ૨૦૨૦ મુજબ તથા ગુજરાત મત્સ્યોધ્યોગ અધિનિયમ 2003 મુજબ સોમનાથ મરીન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરી તેમના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. આ બોટ માલીક સલીમ ગુલમામદ ઢોકી .મુળ દ્રારકા બંદર જેટી વિસ્તાર, કોડીનાર તાલુકાનો રહેવાસી હોવાનું કહેવાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande