વિવિધ સરકારી યોજનાઓનો લાભ એક જ સ્થળથી મળે, એવી ઉત્તમ વ્યવસ્થા એટલે ‘જનકલ્યાણ શિબિર’
ગીર સોમનાથ, 18 જૂન (હિ.સ.) સરકારી યોજનાઓનો લાભ ગ્રામજનોને તેમના ઘરઆંગણે મળી રહે એ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષની ઉજવણી અંતર્ગત ઉના તાલુકાના કાજરડી ગામે જનકલ્યાણ શિબિર યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હત
વિવિધ સરકારી યોજનાઓનો લાભ એક જ સ્થળથી મળે, એવી ઉત્તમ વ્યવસ્થા એટલે ‘જનકલ્યાણ શિબિર’


ગીર સોમનાથ, 18 જૂન (હિ.સ.) સરકારી યોજનાઓનો લાભ ગ્રામજનોને તેમના ઘરઆંગણે મળી રહે એ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષની ઉજવણી અંતર્ગત ઉના તાલુકાના કાજરડી ગામે જનકલ્યાણ શિબિર યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો.

જનકલ્યાણ શિબિરના આવા જ એક લાભાર્થી કાજરડીના ચારણિયા ગોપાલભાઈ વશરામભાઈએ વહીવટી તંત્રની સેવાઓ પ્રત્યે પોતાનો અનુભવ જણાવ્યો હતો.

ગોપાલભાઈએ જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં સરકારી યોજનાઓની માહિતી સાથે વિવિધ સેવાઓનો લાભ ઘરઆંગણે જ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

તેમણે ઉમેર્યું હતું કે, કાજરડી ગામના ગ્રામજનોને છેક ઉના સુધી ધક્કો ન ખાવો પડે તે માટે ઘરઆંગણે જ વિવિધ સરકારી યોજનાઓના લાભ મળે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી સમયનો પણ બચાવ થયો છે અને ગ્રામજનોને સરળતાથી વિવિધ યોજનાકીય લાભ મળ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande