હોકી પ્રો લીગ : ભારતીય ટીમે વિશ્વ ચેમ્પિયન જર્મનીને 3-1થી હરાવ્યું
રોટરડેમ (નેધરલેન્ડ), નવી દિલ્હી, 18 જૂન (હિ.સ.) ભારતીય પુરુષ હોકી ટીમે, દમદાર પ્રદર્શન કરતાં એફઆઈએચ હોકી પ્રો લીગ 2025-26ના રોટરડેમ તબક્કાના પોતાના બીજા મુકાબલામાં વર્તમાન વિશ્વ ચેમ્પિયન જર્મનીને 3-1થી હરાવી શાનદાર જીત નોંધાવી. મુકાબલામાં ભારતીય ટ
ભારત અને જર્મની વચ્ચે નો મેચ


રોટરડેમ (નેધરલેન્ડ), નવી દિલ્હી, 18 જૂન (હિ.સ.) ભારતીય પુરુષ હોકી ટીમે, દમદાર પ્રદર્શન કરતાં એફઆઈએચ હોકી પ્રો લીગ 2025-26ના રોટરડેમ તબક્કાના પોતાના બીજા મુકાબલામાં વર્તમાન વિશ્વ ચેમ્પિયન જર્મનીને 3-1થી હરાવી શાનદાર જીત નોંધાવી.

મુકાબલામાં ભારતીય ટીમ માટે, મનદીપ સિંહ (7મા મિનિટ), શિલાનંદ લાકડા (13મા મિનિટ) અને નીલાકાંત શર્મા (35મા મિનિટ)એ ગોલ કર્યા, જ્યારે જર્મની તરફથી એકમાત્ર ગોલ રાફેલ હાર્ટકોફ (45મા મિનિટ)એ કર્યો.

આ મેચ અનુભવી મિડફિલ્ડર મનપ્રીત સિંહ માટે યાદગાર રહી. તેઓ ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર હોકી ખેલાડી બન્યા અને તેમણે પૂર્વ દિગ્ગજ દિલીપ ટિર્કીનો રેકોર્ડ તોડ્યો. મનપ્રીતે આ પોતાનો 413મો આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો, જ્યારે ટિર્કીએ 412 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા હતા.

ભારતે મેચની શરૂઆત સારી કરી અને બોલ પર પોતાનું નિયંત્રણ જાળવી રાખતાં શરૂઆતમાં જ દબાણ બનાવ્યું. તેનો લાભ 7મા મિનિટમાં મળ્યો, જ્યારે મનદીપે ગોલ કરીને ભારતને 1-0ની લીડ અપાવી. પ્રથમ ક્વાર્ટર પૂરું થવા પહેલાં 13મા મિનિટમાં લાકડાએ શાનદાર શોટ લગાવી જર્મન ગોલકીપર અલેક્ઝાન્ડર સ્ટાડલરને છકાવી દીધા અને સ્કોર 2-0 કર્યો.

બીજા ક્વાર્ટરમાં જર્મનીએ વાપસી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય ડિફેન્સ મજબૂત રહ્યો. જર્મનીને મેચનો પહેલો પેનલ્ટી કોર્નર 24મા મિનિટમાં મળ્યો, પરંતુ અમિત રોહિદાસે તેને રોકી દીધો. સતત આક્રમણ બાદ જર્મનીને 27મા મિનિટમાં વધુ એક પેનલ્ટી કોર્નર મળ્યો, પરંતુ ગોલકીપર મોહિતે સહેલાઈથી બચાવ કર્યો અને હાફટાઈમ સુધી ભારતની 2-0ની લીડ જાળવી રાખી.

બીજા હાફમાં પણ ભારતીય ટીમ ગોલ કરવાની કોશિશ કરતી રહી. તેમની મહેનત 35મા મિનિટમાં રંગ લાવી, જ્યારે નીલાકાંતે શાનદાર ગોલ કરીને ભારતની લીડ 3-0 કરી દીધી. ત્યારબાદ બંને ટીમોએ એકબીજા પર પ્રતિઆક્રમણ કર્યા અને ગોલના લગભગ સમાન મોકા બનાવ્યા. આખરે, ત્રીજા ક્વાર્ટર પૂરું થવામાં થોડા સેકન્ડ બાકી હતા ત્યારે જર્મનીને સફળતા મળી, જ્યારે રાફેલ હાર્ટકોફે 45મા મિનિટમાં ગોલ કરીને સ્કોર 3-1 કર્યો.

અંતિમ ક્વાર્ટરમાં ભારતીય ડિફેન્સ મજબૂતીથી ટકી રહ્યો અને જર્મનીને ગોલ કરતા અટકાવી 3-1થી શાનદાર જીત સુનિશ્ચિત કરી.

હિન્દુસ્થાન સમાચાર / વીરેન્દ્ર સિંહ / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande