અમેરિકન રાજદૂત સર્જીયો ગોરે, અમિત શાહ સાથે કરી મુલાકાત
નવી દિલ્હી, 18 જૂન (હિ.સ.) ભારત ખાતેના અમેરિકાના રાજદૂત સર્જીયો ગોરે ગુરુવારે અહીં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે, મુલાકાત કરી અને બંને દેશો વચ્ચે સુરક્ષા સહકારને વધુ મજબૂત બનાવવા માટેના વિવિધ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરી. ગૃહમંત્રી અમિત શાહે સો
ેફોફ


નવી દિલ્હી, 18 જૂન (હિ.સ.) ભારત ખાતેના અમેરિકાના રાજદૂત સર્જીયો ગોરે ગુરુવારે અહીં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે, મુલાકાત કરી અને બંને દેશો વચ્ચે સુરક્ષા સહકારને વધુ મજબૂત બનાવવા માટેના વિવિધ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરી.

ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર જણાવ્યું કે, તેમણે અમેરિકન રાજદૂત સર્જીયો ગોર સાથે ખાસ કરીને આતંકવાદ વિરોધી અને માદક પદાર્થોની તસ્કરી રોકવા સંબંધિત ક્ષેત્રોમાં, ભારત-અમેરિકા સહકારને વધુ મજબૂત બનાવવા અંગે વિગતવાર વિચાર-વિમર્શ કર્યો.

શાહે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત, ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, બંને દેશો વચ્ચે વધતા દ્વિપક્ષીય સંબંધોનો લાભ ભારત અને અમેરિકા ના નાગરિકોને મળશે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સચિન બુધૌલિયા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande