
જૂનાગઢ, 18 જૂન (હિ.સ.) સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, જૂનાગઢ દ્વારા ચાલુ વર્ષે ૬૫મી સુબ્રટો કપ ઇન્ટરનેશનલ ફૂટબોલ સ્પર્ધા-૨૦૨૬-૨૭ નું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે. આ સ્પર્ધા અંતર્ગત જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તમામ સરકારી તથા ખાનગી શાળાઓના ખેલાડીઓ ભાગ લઈ શકશે.
સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતી શાળાઓએ સત્તાવાર વેબસાઇટ www.subrotocup.in પર જઈને વયજૂથ અનુસાર પોતાના ખેલાડીઓની ઓનલાઈન એન્ટ્રી ફરજીયાતપણે કરવાની રહેશે. ઓનલાઈન કરેલ એન્ટ્રી પ્રવેશપત્રની નકલ તા.૨૫/૦૬/૨૦૨૬ સુધીમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢ ખાતે મોકલી આપવાની રહેશે. એક શાળામાંથી એક વયજૂથમાં માત્ર એક જ ટીમ ભાગ લઈ શકશે.
વયજૂથ અને કટ ઓફ તારીખ માટે અંડર-૧૫ સબ જુનિયર (ભાઈઓ): ૦૧/૦૧/૨૦૧૨ કે ત્યાર પછી જન્મેલા (ધોરણનો કોઈ બાધ નથી). અંડર-૧૭ જુનિયર (ભાઈઓ): ૦૧/૦૧/૨૦૧૦ કે ત્યાર પછી જન્મેલા (ધોરણનો કોઈ બાધ નથી).અંડર-૧૭ જુનિયર (બહેનો): ૦૧/૦૧/૨૦૧૦ કે ત્યાર પછી જન્મેલા (ધોરણનો કોઈ બાધ નથી).
તમામ વયજૂથની સ્પર્ધાઓ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ગાંધીગ્રામ, જૂનાગઢ-મેંદરડા રોડ ખાતે યોજાશે. જૂનાગઢ શહેર વિભાગની અંડર-૧૭ જુનિયર (ભાઈઓ) તા. ૦૧ જુલાઈ ૨૦૨૬.અંડર-૧૫ સબ જુનિયર (ભાઈઓ) તા. ૦૨ જુલાઈ ૨૦૨૬.અંડર-૧૭ જુનિયર (બહેનો) તા. ૦૩ જુલાઈ ૨૦૨૬ના યોજાશે.
જૂનાગઢ ગ્રામ્ય વિભાગ માટે અંડર-૧૭ જુનિયર (બહેનો) તા. ૦૩ જુલાઈ ૨૦૨૬.અંડર-૧૭ જુનિયર (ભાઈઓ) તા. ૦૪ જુલાઈ ૨૦૨૬.અંડર-૧૫ સબ જુનિયર (ભાઈઓ) તા. ૦૫ જુલાઈ ૨૦૨૬ના યોજાશે.
આધાર પુરાવા માટે સ્પર્ધાના સ્થળે દરેક ખેલાડીએ પોતાનું અસલ આધારકાર્ડ, જન્મનું પ્રમાણપત્ર અથવા પાસપોર્ટ સાથે રાખવાનું રહેશે. જો કોઈ ખેલાડી ખોટી માહિતી આપશે તો આખી ટીમને ડિસ્ક્વોલીફાઇ કરવામાં આવશે.દરેક શાળાએ ભાગ લેનાર ખેલાડીના વાલીનું સંમતિ પત્રક મેળવીને પોતાની શાળામાં સુરક્ષિત રાખવાનું રહેશે.જિલ્લાકક્ષાએ વિજેતા બનનાર ટીમ જ રાજ્યકક્ષાની સ્પર્ધામાં જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
વધુ માહિતી કે પૂછપરછ માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢના મોબાઈલ નંબર ૭૮૫૯૯ ૪૬૯૮૪ પર સંપર્ક કરવા જિલ્લા રમતગમત અધિકારી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની અખબારી યાદી દ્વારા જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ