ગાંધીધામમાં સ્પાના નામે ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ, પોલીસની ત્રાટકતી કાર્યવાહી
કચ્છ, 18 જૂન (હિ.સ.) : ગાંધીધામ શહેરમાં સ્પા સેન્ટરની આડમાં ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસે વધુ એક અસરકારક કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ દેહવ્યાપાર જેવી અનૈતિક પ્રવૃત્તિઓને રોકવા માટે ચાલી રહેલા અભિયાન દર
મહિલા આરોપી હોવાથી ફોટો જાહેર કર્યો નથી


કચ્છ, 18 જૂન (હિ.સ.) : ગાંધીધામ શહેરમાં સ્પા સેન્ટરની આડમાં ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસે વધુ એક અસરકારક કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ દેહવ્યાપાર જેવી અનૈતિક પ્રવૃત્તિઓને રોકવા માટે ચાલી રહેલા અભિયાન દરમિયાન ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે એક સ્પા સેન્ટર પર દરોડો પાડી સમગ્ર કૌભાંડનો ભાંડો ફોડ્યો છે.

મળતી માહિતી મુજબ ગાંધીધામ-ભચાઉ નેશનલ હાઈવે પર આવેલી એક હોટલમાં કાર્યરત અરોમા સ્પા સેન્ટરમાં મસાજ સેવાઓની આડમાં દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસ દ્વારા ગુપ્ત દેખરેખ રાખવામાં આવી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન સ્પા સેન્ટરમાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની પુષ્ટિ થતાં પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

આજે પાડવામાં આવેલા દરોડા દરમિયાન સ્થળ પરથી બે મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે સમગ્ર વ્યવસ્થાનું સંચાલન કરતી અન્ય એક મહિલા ફરાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સ્થળ પરથી ડિજિટલ રેકોર્ડિંગ માટે ઉપયોગમાં લેવાતું ડીવીઆર તેમજ અન્ય પુરાવા સ્વરૂપ સામગ્રી કબજે કરી છે.

આ કેસમાં પોલીસે સ્પા મેનેજર શીતલ રાજપાલસિંહ (ઉ.વ. 26) અને શાલુ રાની પ્રમોદકુમાર (ઉ.વ. 25)ની અટકાયત કરી છે. જ્યારે આ સમગ્ર પ્રવૃત્તિ સાથે સંકળાયેલી હોવાનું સામે આવેલ સંગીતા વિકાસ ડાગલા હાલ ફરાર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ત્રણેય સામે ઇમોરલ ટ્રાફિક (પ્રિવેન્શન) એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે પોલીસે ઇમોરલ ટ્રાફિક (પ્રિવેન્શન) એક્ટ, 1956 હેઠળ ગુનો નોંધ્યો છે અને સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં અન્ય કોઈ વ્યક્તિઓ અથવા સંગઠિત નેટવર્ક સંડોવાયેલું છે કે નહીં.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર શહેરમાં સ્પા, હોટલ અને અન્ય વ્યવસાયિક એકમોની આડમાં જો કોઈ અનૈતિક કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હશે તો તેના વિરુદ્ધ આવનારા સમયમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે. આ સફળ કામગીરી ગાંધીધામ એ-ડિવિઝન પોલીસના અધિકારીઓ અને સર્વેલન્સ સ્ટાફની સંયુક્ત મહેનતના પરિણામે શક્ય બની હોવાનું જણાવાયું છે.

શહેરમાં વધતી જતી આવી પ્રવૃત્તિઓ સામે પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી ગેરકાયદેસર ધંધા ચલાવનારા તત્વોમાં ચિંતા વ્યાપી છે, જ્યારે કાયદાનું પાલન કરનારા નાગરિકોમાં પોલીસની કામગીરીને લઈને સંતોષની લાગણી જોવા મળી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande