રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ બૈતૂલ પહોંચ્યા, જનજાતીય મહાસંમેલનમાં થશે સામેલ
બૈતૂલ, નવી દિલ્હી, 18 જૂન (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, 18થી 22 જૂન સુધી મધ્ય પ્રદેશના પાંચ દિવસના પ્રવાસ પર છે. તેઓ ગુરુવારે બૈતૂલ પહોંચી ગયા છે. રાષ્ટ્રપતિ અહીં “આધ્યાત્મિક જાગૃતિથી જનજાતીય સમાજનું સશક્તિકરણ” વિષય પર આયોજિત મહાસંમેલનમાં સામે
એરપોર્ટ પર રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું


બૈતૂલ, નવી દિલ્હી, 18 જૂન (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, 18થી 22 જૂન સુધી મધ્ય પ્રદેશના પાંચ દિવસના પ્રવાસ પર છે. તેઓ ગુરુવારે બૈતૂલ પહોંચી ગયા છે. રાષ્ટ્રપતિ અહીં “આધ્યાત્મિક જાગૃતિથી જનજાતીય સમાજનું સશક્તિકરણ” વિષય પર આયોજિત મહાસંમેલનમાં સામેલ થશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ગુરુવારે સવારે લગભગ 10 વાગ્યે ખાસ વિમાનથી ઈન્દોર પહોંચ્યા હતા. અહીં દેવી અહિલ્યાબાઈ હોળકર એરપોર્ટ પર રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે તેમનું સ્વાગત કર્યું. આ દરમિયાન ઈન્દોર એરપોર્ટ પર સુરક્ષાના કડક બંદોબસ્ત રાખવામાં આવ્યા હતા. ઈન્દોર એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા રાષ્ટ્રપતિ સીધી બૈતૂલ માટે રવાના થયા હતા.

રાષ્ટ્રપતિ સવારે લગભગ 11 વાગ્યે બૈતૂલના મિલાનપુર ટોલ નાકા ખાતે આવેલા હેલીપેડ પર પહોંચ્યા હતા, જ્યાં રાજ્યપાલ મંગુભાઈ પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ હેમંત ખંડેલવાલ, રાજ્યમંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી નરેન્દ્ર શિવાજી પટેલ સહિત જનપ્રતિનિધિઓ અને અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું. ત્યારબાદ રાષ્ટ્રપતિનો કાફલો કાર્યક્રમ સ્થળ લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ માટે રવાના થયો.

રાષ્ટ્રપતિનો કાફલો મિલાનપુર હેલીપેડથી ભારત ભારતી, સોનાઘાટી ફોરેસ્ટ બેરિયર, ચક્કર રોડ, કોતવાલી ચોક, ગણેશ મંદિર, કોલેજ ચોક અને પોલીસ કંટ્રોલ રૂમ માર્ગથી થઈને કાર્યક્રમ સ્થળે પહોંચ્યો છે. રાષ્ટ્રપતિ બૈતૂલના લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં “આધ્યાત્મિક જાગૃતિથી જનજાતીય સમાજનું સશક્તિકરણ” વિષય પર આયોજિત મહાસંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થશે. મહાસંમેલનમાં રાજ્યપાલ મંગુભાઈ પટેલ, કેન્દ્રીય રાજ્યમંત્રી દુર્ગાદાસ ઊઇકે અને ધારાસભ્ય હેમંત ખંડેલવાલ સહિત અનેક જનપ્રતિનિધિઓ હાજર રહેશે. કાર્યક્રમ બાદ રાષ્ટ્રપતિ ઓમકારેશ્વર માટે રવાના થશે.

હિન્દુસ્થાન સમાચાર / મુકેશ તોમર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande