પોરબંદરમાં ટ્રેનની હડફેટે આવતા આધેડનું મોત
પોરબંદર, 18 જૂન (હિ.સ.) : પોરબંદરમાં એક અજાણ્યા આશરે 50 વર્ષીય પુરુષનું ટ્રેનની અડફેટે આવતા કરુણ મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. બનાવ બાદ રેલવે અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પ્રાથમિક વિગતો મુજબ અજાણ્યો પુરુષ ટ્રેનની નીચે આ
પોરબંદરમાં ટ્રેનની હડફેટે આવતા આધેડનું મોત


પોરબંદર, 18 જૂન (હિ.સ.) : પોરબંદરમાં એક અજાણ્યા આશરે 50 વર્ષીય પુરુષનું ટ્રેનની અડફેટે આવતા કરુણ મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. બનાવ બાદ રેલવે અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પ્રાથમિક વિગતો મુજબ અજાણ્યો પુરુષ ટ્રેનની નીચે આવી જતાં તેની ગરદનથી કમર સુધીનો ભાગ ગંભીર રીતે કપાઈ ગયો હતો.

ઈજાઓ એટલી ગંભીર હતી કે તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ મૃતકની ઓળખ મેળવવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં તેમજ ગુમ થયેલા વ્યક્તિઓ અંગેની વિગતો પણ ચકાસવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande