રાજ્યમંત્રી પ્રવિણ માળીએ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની મુલાકાત લઈ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું
રાજપીપળા,18 જૂન (હિ.સ.) ગુજરાત સરકારના નર્મદા જિલ્લાના સહપ્રભારી મંત્રી પ્રવિણ માળીએ નર્મદા જિલ્લાના એક દિવસીય પ્રવાસ દરમિયાન રાજપીપળાના જીતનગર સ્થિત બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની મુલાકાત લઈ યુનિવર્સિટીની શૈક્ષણિક, કૌશલ્યલક્ષી અને રમતગમત સ
Minister of State Pravin Mali visited Birsa Munda Tribal University and inspected the facilities


રાજપીપળા,18 જૂન (હિ.સ.) ગુજરાત સરકારના નર્મદા જિલ્લાના સહપ્રભારી મંત્રી પ્રવિણ માળીએ નર્મદા જિલ્લાના એક દિવસીય પ્રવાસ દરમિયાન રાજપીપળાના જીતનગર સ્થિત બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની મુલાકાત લઈ યુનિવર્સિટીની શૈક્ષણિક, કૌશલ્યલક્ષી અને રમતગમત સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી.

યુનિવર્સિટી કેમ્પસ ખાતે આગમન સમયે કુલપતિ ડૉ. મધુકર પાડવી અને ઈન્ચાર્જ રજીસ્ટ્રાર ડૉ. રજનીકાંત પંડ્યાના હસ્તે રાજ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાનુભાવોએ આદિવાસી જનનાયક બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી.

મુલાકાત દરમિયાન રાજ્યમંત્રીએ યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમો, શૈક્ષણિક વિશેષતાઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હાથ ધરવામાં આવતા પ્રયાસોની વિગતવાર માહિતી મેળવી હતી.

ખાસ કરીને ક્લાસરૂમમાં ઉપયોગમાં લેવાતા થ્રી-ઇન-વન બોર્ડ, બામ્બુ ક્રાફ્ટ અને વારલી આર્ટ જેવા આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાગત કૌશલ્યને પ્રોત્સાહન આપતા અભ્યાસક્રમો અંગે રસપૂર્વક જાણકારી મેળવી હતી. આ પ્રસંગે તેમણે યુનિવર્સિટીના વધુ વિકાસ અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી કેટલાક રચનાત્મક સૂચનો પણ કર્યા હતા.

મંત્રીએ યુનિવર્સિટીના સમગ્ર સંકુલનું નિરીક્ષણ કરી ઇન્ડોર સ્ટેડિયમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને જિમ્નેશિયમ સહિતની રમતગમત સુવિધાઓની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવવામાં આવેલી આધુનિક અને ગુણવત્તાસભર સુવિધાઓની તેમણે પ્રશંસા કરી હતી અને યુનિવર્સિટી દ્વારા રમતગમત તથા શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવી રહેલા પ્રયત્નોને બિરદાવ્યા હતા.

અધ્યાપકગણ સાથે સંવાદ દરમિયાન રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આજના સ્પર્ધાત્મક યુગમાં માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરતું નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં મૂલ્યવર્ધક જ્ઞાન, વ્યક્તિત્વ વિકાસ અને વિવિધ ક્ષેત્રોમાં જરૂરી કુશળતા પણ વિકસે તે અત્યંત જરૂરી છે. તેમણે અધ્યાપકોને વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે જીવનોપયોગી કૌશલ્યોથી સજ્જ બનાવી ભવિષ્યમાં વિવિધ ક્ષેત્રોમાં સફળતા હાંસલ કરી શકે તેવા પ્રયાસો વધુ મજબૂત બનાવવા આહવાન કર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande