પંજાબમાં સરહદ પારથી હથિયારોની તસ્કરીનો પર્દાફાશ, 11 આધુનિક પિસ્તોલો સાથે આઠની ધરપકડ
ચંડીગઢ, નવી દિલ્હી, 18 જૂન (હિ.સ.). અમૃતસર કમિશ્નરેટ પોલીસે સરહદ પારથી હથિયારોની તસ્કરી કરતા મોડ્યુલનો પર્દાફાશ કરીને આઠ તસ્કરોને 11 આધુનિક પિસ્તોલો સાથે ધરપકડ કરી છે. પંજાબના પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવે ગુરુવારે જણાવ્યું કે, અમૃતસરના ગામ અટારીના
પંજાબમાં સરહદ પારથી હથિયારો ઝડપાયા


ચંડીગઢ, નવી દિલ્હી, 18 જૂન (હિ.સ.). અમૃતસર કમિશ્નરેટ પોલીસે સરહદ પારથી હથિયારોની તસ્કરી કરતા મોડ્યુલનો પર્દાફાશ કરીને આઠ તસ્કરોને 11 આધુનિક પિસ્તોલો સાથે ધરપકડ કરી છે.

પંજાબના પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવે ગુરુવારે જણાવ્યું કે, અમૃતસરના ગામ અટારીના રહેવાસી ગુલાબજીત સિંહ ઉર્ફે પ્રિન્સ (21) અને હરપ્રીત સિંહ ઉર્ફે પ્રીત (23), ગુરદાસપુરના ગામ હરદોવાલ, કલાનૌરના રહેવાસી ગુરપ્રીત સિંહ ઉર્ફે ગોપી (24), અમૃતસરના ગામ રણિયાના રહેવાસી કુલજીત સિંહ (39) અને શમશેર સિંહ ઉર્ફે શેરા (40), અમૃતસરના ગામ છેહરટાના રહેવાસી અમન રાણા ઉર્ફે ચીની (20), અમૃતસરના ગામ કિરલગઢના રહેવાસી શરણજીત સિંહ ઉર્ફે સની (29) અને તરનતારનના ગામ માલિયાના રહેવાસી અજય સિંહ (23)ની ધરપકડ કરવામાં આવી છે.

તેમની પાસેથી મળેલા હથિયારોમાં ચાર .30 બોર (ચીની બનાવટ), ચાર .30 બોર પીએક્સ5 સ્ટોર્મ, એક .30 બોર ઝિગાના, એક 9 એમએમ ગ્લોક (ઓસ્ટ્રિયન બનાવટ) અને એક 9 એમએમ (ઓસ્ટ્રિયન બનાવટ) તેમજ આઠ જીવતા કારતૂસ સામેલ છે. આ ઉપરાંત પોલીસ ટીમોએ તેમની મોટરસાઇકલ પણ જપ્ત કરી છે.

ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું કે, પ્રાથમિક તપાસ મુજબ ધરપકડ કરાયેલા હથિયાર તસ્કરો કથિત રીતે ગેરકાયદેસર હથિયારોની સપ્લાયમાં સામેલ વિદેશી સાથીઓના સંપર્કમાં હતા. તેમણે કહ્યું કે, જપ્ત કરાયેલા આ હથિયારો આગળ ગુનાહિત તત્વોને સપ્લાય કરવાના હતા, જેનો ઉપયોગ ખંડણી, હિંસક ગુનાઓ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં થવાનો હતો.

ડીજીપીએ કહ્યું કે નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકોની ઓળખ કરવા અને હથિયારોનો પત્તો મેળવવા માટે આ મામલે આગળની તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસ કમિશ્નર (સીપી) અમૃતસર ગુરપ્રીત સિંહ ભુલ્લરે જણાવ્યું કે, મળેલી ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરતાં પોલીસ ટીમોએ ગુલાબજીત ઉર્ફે પ્રિન્સ અને હરપ્રીત ઉર્ફે પ્રીતને બે પિસ્તોલ સાથે ધરપકડ કરી હતી.

તેમણે જણાવ્યું કે, આગળની તપાસ દરમિયાન પોલીસે ગુરપ્રીત ઉર્ફે ગોપીને ચાર પિસ્તોલ સાથે પકડી લીધો અને તેના ખુલાસાના આધારે તેના બે સાથીઓ કુલજીત સિંહ અને શમશેર ઉર્ફે શેરાને બે પિસ્તોલ સાથે ધરપકડ કરી હતી.

પોલીસ કમિશ્નરે જણાવ્યું કે, પૂછપરછ દરમિયાન ગુરપ્રીત ઉર્ફે ગોપીએ ખુલાસો કર્યો કે, તે સોશિયલ મીડિયા એપ્લિકેશનો દ્વારા એક વિદેશી ગેંગસ્ટરના સંપર્કમાં હતો, જે તેમના માટે અટારી સેક્ટરના વિવિધ સ્થળોએ ડ્રોન મારફતે મોકલવામાં આવતી હથિયારોની ખેપની વ્યવસ્થા કરતો હતો.

તેમણે કહ્યું કે, આગળની તપાસ દરમિયાન પોલીસે અન્ય બે આરોપીઓ અમન રાણા ઉર્ફે ચીની અને શરણજીત ઉર્ફે સનીને બે પિસ્તોલ સાથે ધરપકડ કર્યા હતા અને તેમના ખુલાસાના આધારે કાર્યવાહી કરીને એક પિસ્તોલ સાથે અજય સિંહની ધરપકડ કરી હતી.

પોલીસ કમિશ્નર ગુરપ્રીત સિંહ ભુલ્લરે જણાવ્યું કે, તપાસ મુજબ હરપ્રીત ઉર્ફે પ્રીત, ગુરપ્રીત ઉર્ફે ગોપી, શરણજીત ઉર્ફે સની અને અજય સિંહ અગાઉ હત્યા, હત્યાના પ્રયાસ, શસ્ત્ર અધિનિયમ, એનડીપીએસ અધિનિયમ અને ચોરીના કેસોમાં પણ સામેલ રહ્યા છે. તેમણે આગળ કહ્યું કે, આ મામલે વધુ તપાસ ચાલુ છે.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ શર્મા / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande