વડાપ્રધાન મોદીએ સત્ય, સેવા, જ્ઞાન અને કર્મના ગુણો પર પ્રકાશ પાડ્યો
નવી દિલ્હી, 18 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ધન સત્યનિષ્ઠાનું અનુસરણ કરે છે. યશ પરોપકારનું અનુસરણ કરે છે. જ્ઞાન અભ્યાસનું અનુસરણ કરે છે અને બુદ્ધિ કાર્યાન્વયનું અનુસરણ કરે છે. તેમણે રેખાંકિત કર્યું કે, આ મૂલ્યો વ્યક્તિના ચારિત્ર્ય
વડા પ્રધાન નરેન્દ્ર મોદી-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 18 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ધન સત્યનિષ્ઠાનું અનુસરણ કરે છે. યશ પરોપકારનું અનુસરણ કરે છે. જ્ઞાન અભ્યાસનું અનુસરણ કરે છે અને બુદ્ધિ કાર્યાન્વયનું અનુસરણ કરે છે. તેમણે રેખાંકિત કર્યું કે, આ મૂલ્યો વ્યક્તિના ચારિત્ર્ય નિર્માણ અને સામૂહિક પ્રગતિમાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

વડાપ્રધાને ગુરુવારે એક્સ પર સંસ્કૃત સુભાષિત શેર કર્યું—

“सत्यानुसारिणी लक्ष्मीः कीर्तिस्त्यागानुसारिणी। अभ्याससारिणी विद्या बुद्धिः कर्मानुसारिणी।।”

આ સંસ્કૃત સુભાષિતનો અર્થ છે કે, સમૃદ્ધિ સત્યનું અનુસરણ કરે છે. યશ ત્યાગથી પ્રાપ્ત થાય છે. વિદ્યા સતત અભ્યાસથી અર્જિત થાય છે અને બુદ્ધિ વ્યક્તિના કર્મો અનુસાર વિકસે છે. આ શ્લોક સત્યનિષ્ઠા, ત્યાગ, પરિશ્રમ અને સત્કર્મોના મહત્વને રેખાંકિત કરે છે તથા જીવનમાં સફળતા અને સન્માન માટે આ મૂલ્યોને અપનાવવાનો સંદેશ આપે છે.

હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande