બાગાયત ખાતાની યોજનાઓ માટે અરજીની મુદત 09 જુલાઈ સુધી લંબાવાઈ
મહેસાણા, 18 જૂન (હિ.સ.) મહેસાણા જિલ્લાના ખેડૂતો માટે બાગાયત ખાતાની વર્ષ 2026-27ની નવીન સહાયલક્ષી યોજનાઓનો લાભ મેળવવાની સુવર્ણ તક ઉપલબ્ધ બની છે. નાયબ બાગાયત નિયામકએ જાહેર કરેલી યાદી મુજબ, અગાઉ 19 જૂન 2026 સુધી અરજી કરવાની સમયમર્યાદા હતી, જેને લંબા
બાગાયત ખાતાની યોજનાઓ માટે અરજીની મુદત 09 જુલાઈ સુધી લંબાવાઈ


મહેસાણા, 18 જૂન (હિ.સ.) મહેસાણા જિલ્લાના ખેડૂતો માટે બાગાયત ખાતાની વર્ષ 2026-27ની નવીન સહાયલક્ષી યોજનાઓનો લાભ મેળવવાની સુવર્ણ તક ઉપલબ્ધ બની છે. નાયબ બાગાયત નિયામકએ જાહેર કરેલી યાદી મુજબ, અગાઉ 19 જૂન 2026 સુધી અરજી કરવાની સમયમર્યાદા હતી, જેને લંબાવી હવે 09 જુલાઈ 2026 સુધી કરવામાં આવી છે. ખેડૂતો નવીન ‘આઈ-ખેડૂત 2.0’ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે.

ખેડૂતોએ અરજી કરતા પહેલાં https://ikhedut.gujarat.gov.in/� પોર્ટલ પર નોંધણી કરી આધાર ઓથેન્ટિકેશન કરાવવું ફરજિયાત રહેશે. બાગાયત વિભાગ દ્વારા હાલમાં બે યોજનાઓ માટે અરજી મંગાવવામાં આવી છે.

‘ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ’ હેઠળ પ્રતિ હેક્ટર મહત્તમ રૂ. 2 લાખ સુધીની સહાય આપવામાં આવશે. જ્યારે ‘બહુસ્તરીય પદ્ધતિથી ફળપાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ’ અંતર્ગત ખેડૂતોને રોપા, કલમો અને વાવેતર ખર્ચ માટે સહાય આપવામાં આવશે.

વિભાગે ખેડૂતોને અરજી દરમિયાન જરૂરી દસ્તાવેજો ઓનલાઈન અપલોડ કરી અરજી કન્ફર્મ કરવાની સૂચના આપી છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande