સાયબર ફ્રોડના પીડિતોને 5 લાખ થી વધુની રકમ પરત અપાવતી પોલીસ
પોરબંદર, 18 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં બનતા સાયબર ફ્રોડના બનાવોમાં પીડિતોને ઝડપી રાહત મળે તે માટે રાણાવાવ પોલીસે અસરકારક કામગીરી હાથ ધરી છે. “તેરા તુઝકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત સાયબર ફ્રોડનો ભોગ બનેલા કુલ 29 અરજદારોને રૂ. 5,00,072/-ની રકમ પરત
સાયબર ફરોડના પીડિતોને 5 લાખ થી વધુની રકમ પરત અપાવતી પોલીસ.


પોરબંદર, 18 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં બનતા સાયબર ફ્રોડના બનાવોમાં પીડિતોને ઝડપી રાહત મળે તે માટે રાણાવાવ પોલીસે અસરકારક કામગીરી હાથ ધરી છે. “તેરા તુઝકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત સાયબર ફ્રોડનો ભોગ બનેલા કુલ 29 અરજદારોને રૂ. 5,00,072/-ની રકમ પરત અપાવવામાં સફળતા મળી છે.

જિલ્લામાં ઓનલાઈન ટિકિટ અને વિઝા બુકિંગ, ક્રેડિટ-ડેબિટ કાર્ડ ગિફ્ટ ફ્રોડ, ફાઈનાન્શિયલ ફ્રોડ તેમજ ગૂગલ કસ્ટમર કેરના નામે થતા સાયબર ગુનાઓના નાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. આવા બનાવોમાં પીડિતોને નાણાકીય રાહત મળે તે માટે પોલીસ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.ત્યારે રાણાવાવ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરિયાના નેતૃત્વમાં આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર બી. જી. ડાંગર તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટર આર. વી. મોરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે ટેકનિકલ તપાસ અને બેંકિંગ પ્રક્રિયાઓ દ્વારા ફ્રોડની રકમ ટ્રેસ કરી પીડિતોને પરત અપાવી હતી.

આ કામગીરીમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ બી. જે. દાસા, એ. કે. લુવા તેમજ પોલીસ કોન્સ્ટેબલ સંજય વાલાભાઈ, સરમણ દેવાયતભાઈ, જયમલ સામતભાઈ, કૃણાલસિંહ પ્રવીણસિંહ અને ભરત કાનાભાઈએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત આઈટી એક્સપર્ટ જેઠાભાઈ દેવાયતભાઈ દ્વારા ટેક્નિકલ સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો. પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને ઓનલાઈન વ્યવહારો દરમિયાન સતર્ક રહેવા, અજાણી લિંક પર ક્લિક ન કરવા અને કોઈપણ પ્રકારની સાયબર છેતરપિંડીનો ભોગ બનતા તાત્કાલિક સાયબર હેલ્પલાઈન 1930 અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. “તેરા તુઝકો અર્પણ” કાર્યક્રમ હેઠળ પીડિતોને તેમની ગુમાવેલી રકમ પરત અપાવવાની પોલીસની આ કામગીરી નાગરિકોમાં વિશ્વાસ વધારનારી સાબિત થઈ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande