અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં, બે દિવસ વરસાદની આગાહી
અમદાવાદ,18 જૂન (હિ.સ.) અમદાવાદ સહિત ગુજરાતમાં ચોમાસું આવે તે પહેલા જ બુધવાર રાતથી જ વરસાદનું જોરદાર આગમન થયું છે. આ સાથે જ ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં હજી બે દિવસ વરસાદી માહોલ છવાશે તેમ જણાવ્યું છે. રાજ્યમાં ચોમાસું તો હજી દૂર છે, પરંતુ
Rain forecast for two days in most areas of Gujarat including Ahmedabad


અમદાવાદ,18 જૂન (હિ.સ.) અમદાવાદ સહિત ગુજરાતમાં ચોમાસું આવે તે પહેલા જ બુધવાર રાતથી જ વરસાદનું જોરદાર આગમન થયું છે. આ સાથે જ ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં હજી બે દિવસ વરસાદી માહોલ છવાશે તેમ જણાવ્યું છે. રાજ્યમાં ચોમાસું તો હજી દૂર છે, પરંતુ તે પહેલાના પ્રિમોન્સૂન વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

ગુજરાતમાં 18મી જૂન અને 19મી જૂને ક્યાં ક્યાં વરસાદ પડશે તે અંગેની હવામાન વિભાગની આજની આગાહી જોઈએ.

અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં કોઈ મજબૂત હવામાન પ્રણાલી સક્રિય ન હોવા અને પવનની વધુ ઝડપને કારણે, ચોમાસાની આગળ વધવાની પ્રક્રિયા અટકી ગઈ છે. આગામી 24થી 36 કલાકમાં ચોમાસું ફરી ગતિ પકડી શકે છે અને ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધશે.

હવામાન વિભાગે આપેલ માહિતી પ્રમાણે, આજે 18મી જૂનના રોજ એટલે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે. એટલે કે, કચ્છ, પાટણ, દ્વારકા, પોરબંદરમાં જ હવામાન શુષ્ક રહેવાનું અનુમાન છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 19મી જૂનના રોજ એટલે કે શુક્રવારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે.

મધ્ય ગુજરાતના ખેડા અને પંચમહાલ જિલ્લાના અનેક તાલુકાઓમાં 2 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ખેડાના ગળતેશ્વરમાં 57 મીમી (2.24 ઈંચ) અને કપડવંજમાં 55 મીમી (2.17 ઈંચ) વરસાદ વરસ્યો છે. કઠલાલ, નડિયાદ અને મહુધામાં પણ અડધાથી 1 ઈંચ વરસાદ રહ્યો છે. દેસર તાલુકામાં 53 મીમી (2.09 ઈંચ) વરસાદ નોંધાયો છે.

પંચમહાલના ઘોઘંબામાં 52 મીમી (2.05 ઈંચ) અને જાંબુઘોડામાં 51 મીમી (2.01 ઈંચ) વરસાદ પડ્યો છે. જ્યારે ગોધરામાં 28 મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે છોટાઉદેપુરના કદવાલમાં 49 મીમી (1.93 ઈંચ) વરસાદ સાથે નોંધપાત્ર ભીનાશ જોવા મળી છે. બનાસકાંઠાના પાલનપુરમાં 23 મીમી (0.91 ઈંચ), દાંતામાં 8 મીમી અને અમીરગઢમાં 7 મીમી વરસાદ થયો છે. આણંદ અને દાહોદના ઉમરેઠમાં 19 મીમી અને દેવગઢબારિયામાં 11 મીમી વરસાદ નોંધાયો છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande