
નવી દિલ્હી, 18 જૂન (હિ.સ.). સતત ચાર દિવસથી ચાલી રહેલી શેર બજારની તેજી પર અચાનક બ્રેક લાગી ગઈ. અઠવાડિયાના ચોથા કારોબારી દિવસે ગુરુવારે દેશી શેર બજારમાં સવારમાં નરમ શરૂઆત થઈ. અમેરિકા અને ઈરાન વચ્ચે ડીલ અને કાચા તેલના ભાવમાં ઘટાડા છતાં દેશી શેર બજારમાં નજીવો ઘટાડો નોંધાયો. પરંતુ, હાલમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી છે.
ફિલહાલ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)નો સેન્સેક્સ 82.99 અંક એટલે કે 0.11 ટકા વધારા સાથે 77,238.61ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)નો નિફ્ટી 43.85 અંક એટલે કે 0.18 ટકા વધારા સાથે 24,129.55ના સ્તરે ટ્રેન્ડ કરી રહ્યો છે.
બજારમાં આજે ઉતાર-ચઢાવભર્યા કારોબાર વચ્ચે સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 111.23 અંક ઘટીને 77,044.39 અંક પર અને નિફ્ટી 26.85 અંકના ઘટાડા સાથે 24,058.85 અંક પર પહોંચી ગયો હતો. બીજી તરફ, રૂપિયો શરૂઆતના કારોબારમાં 21 પૈસા ઘટીને અમેરિકી ડોલર સામે 94.71 પર છે.
ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલાં બુધવારે સેન્સેક્સ 347 અંકની તેજી સાથે 77,156ના સ્તરે બંધ થયો હતો. બીજી તરફ, નિફ્ટી પણ 97 અંકના વધારા સાથે 24,086 પર બંધ થયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ