અમદાવાદમાં ફરી નીટની પરીક્ષાના 3 દિવસ પહેલા વિદ્યાર્થીનો આપઘાત
- એરિસ્ટો આનંદમ ફલેટના છઠ્ઠા માળેથી બેડરૂમની બાલ્કનીમાંથી નેટ તોડી છલાંગ લગાવી અમદાવાદ,18 જૂન (હિ.સ.) કેન્દ્ર સરકારે મેડિકલ માટે લેવાતી NEETની પરીક્ષાના પ્રશ્ન પત્ર લીક થવાના મામલે પરીક્ષા રદ કરી દીધી હતી, જેને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થયું. સ
અમદાવાદમાં ફરી નીટની પરીક્ષાના 3 દિવસ પહેલા વિદ્યાર્થીનો આપઘાત


- એરિસ્ટો આનંદમ ફલેટના છઠ્ઠા માળેથી બેડરૂમની બાલ્કનીમાંથી નેટ તોડી છલાંગ લગાવી

અમદાવાદ,18 જૂન (હિ.સ.) કેન્દ્ર સરકારે મેડિકલ માટે લેવાતી NEETની પરીક્ષાના પ્રશ્ન પત્ર લીક થવાના મામલે પરીક્ષા રદ કરી દીધી હતી, જેને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થયું. સરકારે 21 જૂનના રોજ ફરીથી NEETની પરીક્ષા લેવાની જાહેરાત કરી છે ત્યારે અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં 17 જૂન મોડી રાત્રે અઢી વાગ્યાની આસપાસ 17 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. 14 માળના ફ્લેટ છે જેના છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત કર્યો છે. ફ્લેટમાં માતા અને બે બાળકો જ રહેતા હતા. મૃતકના પિતા સુરતમાં રહે છે.

ન્યૂ રાણીપ વિસ્તાર રહેતા NEETની પરીક્ષાની તૈયારી કરી રહેલા કહાન પટેલે એરિસ્ટો આનંદમ ફ્લેટના B બ્લોકમાં છઠ્ઠા માળેથી બેડરૂમની બાલ્કનીની જાળી કાપી મોતની છલાંગ લગાવી હતી. વિદ્યાર્થી નીચે પડતા સિકયુરિટી ગાર્ડને જાણ થઈ અને તેને અન્ય લોકોને જાણ કરી હતી. બનાવમાં વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ મોત થયું છે. હાલ મૃતદેહને પીએમ માટે સિવિલ મોકલવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં મૃતક વિદ્યાર્થી NEETની પરીક્ષાની તૈયારી કરતો હોવાનું સામે આવ્યું છે. કયા કારણથી આત્મહત્યા કરી તે હજુ સુધી સામે આવ્યું નથી. બનાવની જાણ થતા સાબરમતી પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande