
નવી દિલ્હી, 18 જૂન (હિ.સ.) દેશની સૌથી મોટી કોમર્શિયલ વાહન ઉત્પાદક કંપની ટાટા મોટર્સે હવે તેના વ્યાવસાયિક વાહનોના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. નવી કિંમતો આગામી 1 જુલાઈથી અમલમાં આવશે.
કંપનીએ ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ભાવવધારો તેના તમામ વાણિજ્યિક વાહનો પર લાગુ પડશે. જોકે, અલગ-અલગ મોડલ અને વર્ઝન અનુસાર વધારાની દરો અલગ હોઈ શકે છે. ટાટા મોટર્સના જણાવ્યા મુજબ, આ પગલું કાચા માલના વધતા ભાવ અને અન્ય ખર્ચની અસરને આંશિક રીતે સંતુલિત કરવા માટે લેવામાં આવી રહ્યું છે.
આ પહેલાં કંપનીએ પેસેન્જર વ્હીકલની કિંમતોમાં વધારાની જાહેરાત કરી હતી. ટાટા મોટર્સની કારોના ભાવમાં આ વધારો પણ આગામી 1 જુલાઈથી અમલમાં આવશે. કંપનીએ જણાવ્યું હતું કે, તેની પેટ્રોલ, ડીઝલ અને ઇલેક્ટ્રિક કારોના ભાવમાં 1.5 ટકા સુધીનો વધારો કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ટાટા મોટર્સ દેશમાં વાણિજ્યિક વાહનો બનાવતી સૌથી મોટી કંપનીઓમાંની એક છે. તેનું જૂનું નામ ટેલ્કો હતું. તે ટાટા ગ્રુપની પ્રમુખ કંપનીઓમાંની એક છે. તેની ઉત્પાદન એકમો ભારતના અનેક શહેરોમાં, જેમાં જમશેદપુર, પુણે અને લખનૌનો સમાવેશ થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ