સુરતમાં ભાજપની પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન અંતર્ગત દક્ષિણ ઝોનની પ્રશિક્ષક પ્રશિક્ષણ કાર્યશાળા યોજાઈ
સુરત, 18 જૂન (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન-2026 અંતર્ગત દક્ષિણ ઝોનની પ્રશિક્ષક પ્રશિક્ષણ કાર્યશાળાનું આયોજન સુરત ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન પ્રદેશ મહામંત્રી ડૉ
પ્રશિક્ષણ મહા અભિયાન અંતર્ગત દક્ષિણ ઝોનની પ્રશિક્ષક પ્રશિક્ષણ કાર્યશાળા


પ્રશિક્ષણ મહા અભિયાન અંતર્ગત દક્ષિણ ઝોનની પ્રશિક્ષક પ્રશિક્ષણ કાર્યશાળા


સુરત, 18 જૂન (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન-2026 અંતર્ગત દક્ષિણ ઝોનની પ્રશિક્ષક પ્રશિક્ષણ કાર્યશાળાનું આયોજન સુરત ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન પ્રદેશ મહામંત્રી ડૉ. પ્રશાંત કોરાટે કર્યું હતું.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સામૂહિક વંદે માતરમ ગાન સાથે કરવામાં આવી હતી.અંત્યોદય અને એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દિનદયાળ ઉપાધ્યાયના વિચારોને કેન્દ્રમાં રાખીને યોજાયેલી આ કાર્યશાળામાં સંગઠનાત્મક મજબૂતી અને કાર્યકર્તા વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

કાર્યશાળામાં વિવિધ વિષયો પર નિષ્ણાત વક્તાઓએ માર્ગદર્શન આપ્યું હતું. વૈચારિક અધિષ્ઠાન વિષય પર ભરત ડાંગરે, ઇતિહાસ અને વિકાસ વિષય પર અર્ચના ઠાકરે, કાર્ય વિસ્તારની આપણી દૃષ્ટિ વિષય પર પ્રશાંત વાળાએ, કાર્યપદ્ધતિ વિષય પર ડૉ. જાનકીબેન આચાર્યએ, સરકારની સિદ્ધિઓ અને અમલીકરણ વિષય પર ગૌતમભાઈ ગેડિયાએ માર્ગદર્શન આપ્યું હતું.ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), નમો એપ અને સરળ એપના અસરકારક ઉપયોગ અંગે મનન દાણીએ વિસ્તૃત માહિતી આપી હતી. જ્યારે બુથ મેનેજમેન્ટ વિષય પર બાબુભાઈ જેબલિયાએ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું.

પ્રશિક્ષણ મહા અભિયાનનો મુખ્ય હેતુ કાર્યકર્તાઓમાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારા પ્રત્યેની સમજને વધુ મજબૂત બનાવવાનો તેમજ તેમની સંગઠનાત્મક કાર્યક્ષમતા વધારવાનો હોવાનું વક્તાઓએ જણાવ્યું હતું.

આ કાર્યશાળામાં સુરત મહાનગર, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાના દક્ષિણ ઝોનના હોદ્દેદારો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં પ્રદેશ સહ-સંયોજક રાજેશ દેસાઈ અને પ્રકાશચંદ્ર ચૌધરી પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. યજમાન તરીકે સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ, મહામંત્રી કરશન ગોંડલિયા, દુર્ગાપ્રસાદ પાંડે, વિરલ ગિલિટવાલા સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

કાર્યક્રમના અંતે કાર્યકર્તાઓને સંગઠનના વિસ્તરણ અને આગામી કાર્યક્રમોને સફળ બનાવવા માટે સક્રિય ભાગીદારી નોંધાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રગાન સાથે કાર્યશાળાનું સમાપન કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande