દમણથી વડોદરા લઈ જવાતો ₹1.79 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
વલસાડ, 18 જૂન (હિ.સ.) વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ પ્રોહિબિશન વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી દમણથી વડોદરા તરફ લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બે વિદેશી નાગરિકોની ધરપકડ કરી છે. પોલીસે કાર, દારૂ અને મોબાઇલ ફોન સહિત કુલ ₹17.19 લાખનો મુ
આરોપી અને ગાડી


વલસાડ, 18 જૂન (હિ.સ.) વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ પ્રોહિબિશન વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી દમણથી વડોદરા તરફ લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બે વિદેશી નાગરિકોની ધરપકડ કરી છે. પોલીસે કાર, દારૂ અને મોબાઇલ ફોન સહિત કુલ ₹17.19 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, એલસીબીની ટીમ વલસાડ જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓ અંગે પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે પારડી ઉદવાડા ખાતે નેશનલ હાઇવે-48 પર ઓવરબ્રિજ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન મુંબઈથી સુરત તરફ જઈ રહેલી સફેદ રંગની હુન્ડાઇ અલ્કાઝાર કાર નં. GJ-05-JW-1197ને અટકાવી તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ 802 બોટલ અને ટીન, અંદાજે 403.850 લિટર જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત ₹1.79 લાખ હોવાનું બહાર આવ્યું હતું. ઉપરાંત બે મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓમાં ઝિમ્બાબ્વેના રહેવાસી વિક્ટર ઉર્ફે તક્ષરા લોવમોર મથામ્બો, હાલ પારૂલ યુનિવર્સિટીના બોયઝ હોસ્ટેલ, વડોદરા ખાતે રહે છે, જ્યારે બીજી આરોપી ઇસ્વાતિની દેશની સીઝામ્બુલીસીલે એન્જલ ઉર્ફે માઇલેસ રોય ડલામીની છે, જે પારૂલ યુનિવર્સિટીના મેરી ક્યુરી હોસ્ટેલમાં રહે છે.

આરોપીઓ સામે પારડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ માટે આરોપીઓ અને કબજે કરાયેલ મુદ્દામાલ પારડી પોલીસને સુપ્રત કરવામાં આવ્યા છે.

આ કાર્યવાહી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.બી. ધનેશા તથા તેમની ટીમે હાથ ધરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande