એક વર્ષથી ફરાર પ્રોહિબિશન કેસનો આરોપી જૂનાગઢથી ઝડપાયો
વલસાડ,18 જૂન (હિ.સ.) વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર રહેલા આરોપીને જૂનાગઢમાંથી ઝડપી પાડવામાં વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ને મહત્વની સફળતા મળી છે.પોલીસના જણાવ્યા અનુસાર,વિવિધ પોલીસ મથકોમાં નો
આરોપી


વલસાડ,18 જૂન (હિ.સ.) વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર રહેલા આરોપીને જૂનાગઢમાંથી ઝડપી પાડવામાં વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ને મહત્વની સફળતા મળી છે.પોલીસના જણાવ્યા અનુસાર,વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલા ગુનાઓના નાસતા-ફરતા અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે એસઓજીની ટીમ પ્રયાસશીલ હતી. દરમિયાન એસઓજીના પીએસઆઈ વાય.પી. હડિયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.તપાસ દરમિયાન વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025માં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી શાહનવાઝ સલીમ શેખ જૂનાગઢને તેના નિવાસસ્થાનેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.આરોપી સામે પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(ઈ), 81, 98(2), 116(બ) ઉપરાંત ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 336(2), 340(2) અને 61(2) હેઠળ ગુનો નોંધાયેલો છે. આરોપી છેલ્લા એક વર્ષથી ફરાર હતો.આ કામગીરી એસઓજી વલસાડના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વાય.પી. હડિયા, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ ધરમશીભાઈ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ નિતીન મનજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રદાન જીલુભાની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande