દમણથી લવાતો 1.31 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
વલસાડ,18 જૂન (હિ.સ.) વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ પ્રોહિબિશન વિરોધી અભિયાન અંતર્ગત કાર્યવાહી કરી દમણથી ચોરીછૂપીથી લાવવામાં આવી રહેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે હ્યુન્ડાઈ એક્સેન્ટ કાર સહિત કુલ 2.31 લાખના મુદ્દામાલ સાથ
આરોપી


વલસાડ,18 જૂન (હિ.સ.) વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ પ્રોહિબિશન વિરોધી અભિયાન અંતર્ગત કાર્યવાહી કરી દમણથી ચોરીછૂપીથી લાવવામાં આવી રહેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે હ્યુન્ડાઈ એક્સેન્ટ કાર સહિત કુલ 2.31 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે.પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, એલસીબીની ટીમ જિલ્લામાં પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ અંગે પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે વાપીના ચલા પટેલ ફળિયા રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. ત્યાંથી પસાર થતી સફેદ રંગની હ્યુન્ડાઈ એક્સેન્ટ કાર ને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ, જેમાં વ્હિસ્કી, બિયર અને રમના 21 બોક્સ તેમજ કુલ 556 બોટલ અને ટીન (168.240 લિટર) મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા દારૂની કિંમત 1,31,435 હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત કારની કિંમત ₹1 લાખ હોવાનું પોલીસએ જણાવ્યું હતું. આમ કુલ 2,31,435નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.પોલીસે કારચાલક નરેશભાઈ ઉર્ફે ચીકુ લલ્લુભાઈ મોરારભાઈ હળપતિ વાપીની ધરપકડ કરી હતી.આ મામલે એલસીબીના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ઓમપ્રકાશસિંહ રણબહાદુરસિંહની ફરિયાદના આધારે વાપી ટાઉન પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.આ કામગીરી એલસીબી વલસાડના પોલીસ ઇન્સ્પેક્ટર એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.જી. વસાવા તથા તેમની ટીમના સભ્યોએ સફળતાપૂર્વક અંજામ આપી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande