
વલસાડ, 18 જૂન (હિ.સ.) વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ ફરાર અને વોન્ટેડ આરોપીઓ સામેની ઝુંબેશ અંતર્ગત કાર્યવાહી હાથ ધરી વાપી જીઆઈડીસી પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી નાસતા ફરતા આરોપીની ધરપકડ કરી છે.પોલીસના જણાવ્યા મુજબ, એલસીબીની ટીમ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વર્કઆઉટમાં હતી ત્યારે પોલીસ કોન્સ્ટેબલ હરીશ કમરૂલખાનને મળેલી બાતમીના આધારે વાપી વિસ્તારમાંથી સુરજ ઉર્ફે મુન્ના સુધીર બૃજનંદન શર્મા ને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી હાલ વાપી જીઆઈડીસીના ગુજન વિસ્તારમાં જૂના હાઉસિંગ બોર્ડ પાસે મહાકાળી માતા મંદિર પાછળ સંજયભાઈની ચાલીમાં રહે છે અને મૂળ બિહાર રાજ્યના નવાદા જિલ્લાના ગોવિંદપુર ગામનો રહેવાસી છે.આરોપી સામે વાપી જીઆઈડીસી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(ઈ), 68(2) અને 116(બ) હેઠળ ગુનો નોંધાયેલો હતો. ગુનો નોંધાયા બાદથી આરોપી ફરાર હતો અને પોલીસ તેને શોધી રહી હતી.ઝડપાયેલા આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ વધુ તપાસ માટે વાપી જીઆઈડીસી પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે.આ કામગીરી એલસીબી વલસાડના પોલીસ ઇન્સ્પેક્ટર એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.જી. પરમાર, એએસઆઈ પ્રવીણ કિશનભાઈ, પોલીસ કોન્સ્ટેબલ હરીશ કમરૂલખાન અને પોલીસ કોન્સ્ટેબલ રાહુલ ગુલાબભાઈની ટીમે અંજામ આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha