દોઢ વર્ષથી ગુમ મહિલા મળી, પરિવાર સાથે પુનર્મિલન
પાટણ, 18 જૂન (હિ.સ.) વારાહી પોલીસે ‘ઓપરેશન મિલાપ’ અંતર્ગત દોઢ વર્ષથી ગુમ થયેલી નવાગામ ની શારદા શામજીભાઈ ઠાકોરને રાજકોટ જિલ્લાના ગોંડલમાંથી શોધી કાઢી પરિવાર સાથે પુનર્મિલન કરાવ્યું છે. શારદાબેન 4 જાન્યુઆરી, 2023ના રોજ ગુમ થયા હતા. પાટણ જિલ્લા પોલ
દોઢ વર્ષથી ગુમ મહિલા મળી, પરિવાર સાથે પુનર્મિલન


પાટણ, 18 જૂન (હિ.સ.) વારાહી પોલીસે ‘ઓપરેશન મિલાપ’ અંતર્ગત દોઢ વર્ષથી ગુમ થયેલી નવાગામ ની શારદા શામજીભાઈ ઠાકોરને રાજકોટ જિલ્લાના ગોંડલમાંથી શોધી કાઢી પરિવાર સાથે પુનર્મિલન કરાવ્યું છે. શારદાબેન 4 જાન્યુઆરી, 2023ના રોજ ગુમ થયા હતા.

પાટણ જિલ્લા પોલીસ વડા અને રાધનપુર ડિવિઝનના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વારાહી પોલીસે હ્યુમન સોર્સિંગ અને ટેક્નિકલ એનાલિસિસના આધારે સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મહિલા ગોંડલ વિસ્તારમાં હોવાની માહિતી મળી હતી.

પોલીસ ઇન્સ્પેક્ટર પી. જે. સોલંકી, હેડ કોન્સ્ટેબલ કાનજીભાઈ મણિલાલભાઈ તથા કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ અને વિનોદભાઈ મહેશભાઈના પ્રયાસોથી મહિલાને સુરક્ષિત શોધી કાઢવામાં સફળતા મળી હતી. પરિવાર સાથે પુનર્મિલન થતાં સ્વજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande