પાટણ તાલુકા પંચાયતમાં મહિલા પદાધિકારીઓએ સંભાળ્યો ચાર્જ
પાટણ, 18 જૂન (હિ.સ.) : પાટણ તાલુકા પંચાયતમાં નવનિયુક્ત પદાધિકારીઓનો પદગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સંગીતાબેન ઠાકોરે કારોબારી સમિતિના ચેરમેન, ડો. નયનાબેન હેમચંદ્રભાઈ પરમારે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને ક્રિનાબેન પ્રકાશભાઈ ચૌધરીએ પક્ષના નેતા
પાટણ તાલુકા પંચાયતમાં મહિલા પદાધિકારીઓએ સંભાળ્યો ચાર્જ


પાટણ તાલુકા પંચાયતમાં મહિલા પદાધિકારીઓએ સંભાળ્યો ચાર્જ


પાટણ, 18 જૂન (હિ.સ.) : પાટણ તાલુકા પંચાયતમાં નવનિયુક્ત પદાધિકારીઓનો પદગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સંગીતાબેન ઠાકોરે કારોબારી સમિતિના ચેરમેન, ડો. નયનાબેન હેમચંદ્રભાઈ પરમારે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને ક્રિનાબેન પ્રકાશભાઈ ચૌધરીએ પક્ષના નેતા તરીકે સત્તાવાર રીતે કાર્યભાર સંભાળ્યો હતો. ત્રણેય મહિલા પદાધિકારીઓએ કચેરી ખાતે વિધિવત રીતે ચાર્જ ગ્રહણ કરતાં તાલુકા પંચાયત સંકુલમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે જિલ્લા અને શહેર કોંગ્રેસના આગેવાનો તેમજ પંચાયતના ચૂંટાયેલા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ અને પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલ ખાસ હાજર રહ્યા હતા. આગેવાનો અને સભ્યોએ નવનિયુક્ત પદાધિકારીઓનું પુષ્પગુચ્છ અને ફૂલહારથી સ્વાગત કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ મહિલા પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને તાલુકાના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા માટે સફળ કાર્યકાળની કામના વ્યક્ત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande