પોતાના અસલી હિંદુ નામનો ખુલાસો કરીને ચર્ચામાં આવતી ઝીનત અમાન
નવી દિલ્હી, 18 જૂન (હિ.સ.) બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી ઝીનત અમાને, તાજેતરમાં પોતાની ખાનગી જિંદગી સાથે જોડાયેલો એક રસપ્રદ ખુલાસો કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. એક કાર્યક્રમ દરમિયાન વાતચીતમાં ઝીનતે પ્રથમ વખત પોતાનું હિંદુ નામ જાહેર કરતાં જણાવ્યું કે,
બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી ઝીનત અમાન-ફોટો સોર્સ એક્સ


નવી દિલ્હી, 18 જૂન (હિ.સ.) બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી ઝીનત અમાને, તાજેતરમાં પોતાની ખાનગી જિંદગી સાથે જોડાયેલો એક રસપ્રદ ખુલાસો કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. એક કાર્યક્રમ દરમિયાન વાતચીતમાં ઝીનતે પ્રથમ વખત પોતાનું હિંદુ નામ જાહેર કરતાં જણાવ્યું કે, તેમની માતાએ તેમનું નામ 'લલિતેશ્વરી' રાખ્યું હતું, જ્યારે પિતાની તરફથી તેમનું નામ ઝીનત અમાન રાખવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, તેમની માતા ધાર્મિક હિંદુ મહિલા હતી, જે દરરોજ ઘણા કલાકો પૂજા-પાઠ કરતી હતી.

ઝીનતે જણાવ્યું કે, તેમનો ઉછેર વિવિધ સંસ્કૃતિઓ અને ધાર્મિક પરંપરાઓ વચ્ચે થયો. તેમની માતા હિંદુ હતી, પિતા મુસ્લિમ હતા, તેમણે કેથોલિક સ્કૂલમાં શિક્ષણ મેળવ્યું અને તેમના સોતેલા પિતા જર્મન હતા. આ કારણે તેમણે પોતાને કોઈ એક ધર્મ સુધી મર્યાદિત રાખ્યા નહોતા. અભિનેત્રીનું માનવું છે કે, તમામ ધર્મ માનવતા, પ્રેમ અને શાંતિનો સંદેશ આપે છે અને આ જ મૂલ્યો તેમના જીવનનો આધાર છે.

પોતાના વિચારો શેર કરતાં ઝીનતે કહ્યું કે, માનવતા, દયા, સમાનતા અને મનુષ્યો તથા પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ જ તેમનો સાચો ધર્મ છે. 1970 અને 80ના દાયકામાં પોતાની ગ્લેમરસ અદાઓ અને અલગ પ્રકારના પાત્રો દ્વારા બોલિવૂડની પરંપરાગત નાયિકાની છબી બદલી નાખનાર ઝીનત આજે પણ પોતાની સ્પષ્ટવક્તા અભિપ્રાયો અને જીવનદર્શન માટે ચર્ચામાં રહે છે. તેમણે પોતાના સમયમાં ધર્મેન્દ્ર, શશિ કપૂર અને ઋષિ કપૂર જેવા અનેક દિગ્ગજ કલાકારો સાથે કામ કરીને હિન્દી સિનેમામાં અલગ ઓળખ બનાવી.

હિન્દુસ્થાન સમાચાર/લોકેશ ચંદ્ર દુબે/સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande