રાહા કપૂરમાં દેખાઈ માં આલિયા ભટ્ટની ઝલક
નવી દિલ્હી, 18 જૂન (હિ.સ.) બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે તાજેતરમાં પોતાની દીકરી રાહા કપૂરને લઈને રસપ્રદ વાતો શેર કરી છે. એક કાર્યક્રમ દરમિયાન આલિયાએ જણાવ્યું કે, નાની ઉંમરમાં જ રાહામાં અભિનય અને મંચ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ પ્રત્યે ખાસ રસ દેખાવા લા
આલિયા ભટ્ટ, પોતાની દીકરી રાહા સાથે


નવી દિલ્હી, 18 જૂન (હિ.સ.) બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે તાજેતરમાં પોતાની દીકરી રાહા કપૂરને લઈને રસપ્રદ વાતો શેર કરી છે. એક કાર્યક્રમ દરમિયાન આલિયાએ જણાવ્યું કે, નાની ઉંમરમાં જ રાહામાં અભિનય અને મંચ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ પ્રત્યે ખાસ રસ દેખાવા લાગ્યો છે. તેમણે કહ્યું કે, જેમ તેઓ બાળપણમાં અરીસાના સામે અભિનય અને ડાન્સ કરતી હતી, તેવી જ ઝલક હવે રાહામાં પણ નજરે પડે છે.

આલિયા અનુસાર રાહાને માત્ર કલા જ નહીં, પરંતુ રમતગમતમાં પણ ઘણો રસ છે. અભિનેત્રીએ જણાવ્યું કે, રાહાને સંગીત સાંભળવું, ડાન્સ કરવો અને નવા ડાન્સ સ્ટેપ્સ શીખવા ખૂબ ગમે છે. તેમણે સ્મિત સાથે કહ્યું કે તેમની દીકરી ખૂબ ફિલ્મી છે અને મનોરંજન સાથે જોડાયેલી બાબતોમાં ખાસ રસ રાખે છે. આલિયા હાલમાં પોતાની આવનારી ફિલ્મ 'અલ્ફા'ની તૈયારીઓમાં વ્યસ્ત છે.

ઉલ્લેખનીય છે કે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટે એપ્રિલ 2022માં લગ્ન કર્યા હતા. તે જ વર્ષે 6 નવેમ્બરે તેમના ઘરે દીકરી રાહાનો જન્મ થયો હતો. કપૂર પરિવારની સૌથી નાની સભ્ય રાહા ઘણી વાર પોતાની માસૂમિયત અને પ્યારી તસવીરોને કારણે ચર્ચામાં રહે છે, જ્યારે આલિયાની તાજેતરની ટિપ્પણી બાદ હવે ચાહકોને લાગવા માંડ્યું છે કે તે પણ ભવિષ્યમાં પોતાના માતા-પિતાની જેમ મનોરંજન જગતનો ભાગ બની શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande