સુરત રેલવે સ્ટેશન પર રાજ્યપાલ અને મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત
સુરત, 18 જૂન (હિ.સ.): નવસારી ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા માટે વંદે ભારત ટ્રેન દ્વારા પ્રવાસ કરી રહેલા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું સુરત રેલવે સ્ટેશન પર ભવ્ય સ્વ
Surat


સુરત, 18 જૂન (હિ.સ.): નવસારી ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા માટે વંદે ભારત ટ્રેન દ્વારા પ્રવાસ કરી રહેલા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું સુરત રેલવે સ્ટેશન પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ અવસરે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, પ્રાંત અધિકારી વી. જે. ભંડારી અને રેલવેના વરિષ્ઠ અધિકારીઓએ ટ્રેનમાં પહોંચી મહાનુભાવોને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. સ્ટેશન પર ઉપસ્થિત અધિકારીઓએ સૌનું ઉષ્માભર્યું અભિવાદન કરી સ્વાગત કર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande