સરથાણામાં યુવક સાથે લગ્નનાં બહાને 3.50 લાખની છેતરપિંડી
સુરત, 19 જૂન (હિ.સ.): સુરત કામરેજ રોડ પાસોદરા વિસ્તારમાં રહેતા 44 વર્ષીય આધેડ સાથે લગ્નનાં નામે છેતરપિંડી કરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લાઈફ લાઈન ચેરીટેબલના ઘનશ્યામ ઈટાલીયા એન્ડ ટોળકીએ યુવતીના છ વખતના લગ્ન થઈ ચૂક્યા હોવાની હકીકત છુપ
Fraud


સુરત, 19 જૂન (હિ.સ.): સુરત કામરેજ રોડ પાસોદરા વિસ્તારમાં રહેતા 44 વર્ષીય આધેડ સાથે લગ્નનાં નામે છેતરપિંડી કરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લાઈફ લાઈન ચેરીટેબલના ઘનશ્યામ ઈટાલીયા એન્ડ ટોળકીએ યુવતીના છ વખતના લગ્ન થઈ ચૂક્યા હોવાની હકીકત છુપાવી યુવક સાથે લગ્ન કરાવી 3.50 લાખ પડાવી લીધા હતા તેમજ યુવક સામે પોલીસમાં અને કોર્ટમાં કેસો કરી સમાધાનના બહાને 12 લાખની માંગણી કરી હતી અને પૈસા નહી આપે તો બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સરથાણા પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ગઢપુર ટાઉનશીપ, કઠોદરા રોડ, નવસાક પેલેસની સામે પાસોદરા ખાતે રહેતા અને નોકરી કરતા ભરતભાઈ ઘનશ્યામભાઈ કાછડીયા(ઉ.વ.44)ને ગતરોજ પોલીસમાં ‘લાઇફ લાઇન ચેરિટેબલ ટ્રસ્ટ’ સાથે સંકળાયેલા ઘનશ્યામભાઈ ઇટાલીયા, નીતાબેન નારીયા અને જૈમીનાબેન અશ્વીન પટેલ (રહે,વેમારડી ગામ, કરજણ, વડોદરા) સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે આરોપીઓએ તેમને ગત. તા. 18 જૂન 2026ના રોજ સરથાણા વિસ્તારમાં નવજીવન હોટલ નજીક આવેલી કાયરોસ બિઝનેસ સેન્ટરની ઓફિસમા લગ્ન કરવાની વાત કરવા માટે બોલાવ્યો હતો. જૈમીનાબેનના અગાઉ છ વખત લગ્ન થયેલા હોવાની મહત્વની હકીકત છુપાવી તેમને સંસ્કારી અને યોગ્ય યુવતી હોવાનું જણાવી તેમની સાથે લગ્ન કરાવ્યા હતા. લગ્ન કરાવવાના બહાને રૂ.3 લાખ પડાવ્યા હતા. ત્યારબાદ આરોપીઓએ ભરતભાઈ સામે પોલીસ સ્ટેશન અને કોર્ટમાં વિરુદ્ધ વિવિધ કેસો દાખલ કરાવી માનસીક ત્રાસ આપવામાં આવતો હતો. અને ભરતભાઈ પાસે સમાધાન કરાવવાન બહાને 12 લાખની માંગણી કરી હતી અને જો પૈસા નહી આપે તો બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી બીજા 50 હજાર પડાવી લીધા હતા. આમ આરોપીઓએ કુલ રૂ. 3.50 લાખ પડાવી લીધા પછી પણ ઉઘરાણી ચાલી રાખી હતી.હતા. ભરતભાઈને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખ્યાલ આવતા ગતરોજ ફરિયાદ નોîધાવતા પોલીસે ત્રણેય સામે ગુનો દખલ કરી તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande