પાટણ શહેરમાં 17 વર્ષીય સગીરાની છેડતી કરવાના મામલે યુવક સામે ગુનો નોંધાયો
પાટણ, 19 જૂન (હિ.સ.)પાટણ શહેરમાં 17 વર્ષીય સગીરાની છેડતી કરવાના મામલે યુવક સામે ગુનો નોંધાયો છે. પીડિતાના પરિવારની ફરિયાદના આધારે પાટણ સિટી એ ડિવિઝન પોલીસે શાંતિનાથ સોસાયટી, હાંસાપુર રોડના રહેવાસી દેવજી રાવળ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદ મુ
પાટણ શહેરમાં 17 વર્ષીય સગીરાની છેડતી કરવાના મામલે યુવક સામે ગુનો નોંધાયો


પાટણ, 19 જૂન (હિ.સ.)પાટણ શહેરમાં 17 વર્ષીય સગીરાની છેડતી કરવાના મામલે યુવક સામે ગુનો નોંધાયો છે. પીડિતાના પરિવારની ફરિયાદના આધારે પાટણ સિટી એ ડિવિઝન પોલીસે શાંતિનાથ સોસાયટી, હાંસાપુર રોડના રહેવાસી દેવજી રાવળ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

ફરિયાદ મુજબ આરોપી દેવજી રાવળ સગીરાનો અવારનવાર પીછો કરીને તેને હેરાન કરતો હતો. 18 જૂન, 2026ના રોજ સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા દરમિયાન પાટણના એક ફ્લેટના ત્રીજા માળે આરોપીએ સગીરા સાથે શારીરિક અડપલાં કર્યા હોવાનું સામે આવ્યું છે.

પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ 75(2) અને 78(2) તેમજ પોક્સો એક્ટની કલમ 11(4) અને 12 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande