
પોરબંદર, 19 જૂન (હિ.સ.)ગુજરાત સરકાર દ્વારા સંચાલિત 'ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ' (DLSS) યોજના અંતર્ગત પોરબંદરના ચિલ્ડ્રન હોમ ફોર બોયઝમાં આશ્રય મેળવી રહેલા એક બાળકની પ્રતિભાશાળી ખેલાડી તરીકે પસંદગી થઈ છે.
ઉલ્લેખનીય છે કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય અને જિલ્લા કક્ષાએથી પ્રતિભાશાળી યુવા ખેલાડીઓને શોધીને તેમને આધુનિક તાલીમ તથા ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાનો છે. બાળકની આ વિશેષ સિદ્ધિ બદલ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મયૂરભાઈ મોરી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચંદ્રિકાબેન મકવાણા, ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન કેતનભાઈ દાણી, તેમજ કમિટીના સભ્યઓ તેજસભાઈ થાનકી, નેભાભાઈ ગોરસરા, મનિષભાઈ જેઠવા, કીર્તીદાબેન બાપોદરા, સંસ્થાના અધિક્ષક કમલેશભાઈ બામણીયા તથા સંસ્થાના અન્ય કર્મચારીઓ તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya