લંડનમાં બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ન્યાયાધીશોના ભાગ લેવાના સમાચાર વિરુદ્ધ હાઈ કોર્ટ પહોંચ્યું બીએઆઈ
નવી દિલ્હી, 19 જૂન (હિ.સ.). છેલ્લા કેટલાક દિવસોમાં લંડનમાં ડઝનબંધ ન્યાયાધીશોના બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભાગ લેવાના સમાચારોને મનઘડંત અને ખોટા ગણાવતા બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયા (બીએઆઈ) એ, દિલ્હી ઉચ્ચ ન્યાયાલય (દિલ્હી હાઈ કોર્ટ) નો દરવાજો ખખડાવ્યો
દિલ્હી હાઈ કોર્ટ


નવી દિલ્હી, 19 જૂન (હિ.સ.). છેલ્લા કેટલાક દિવસોમાં લંડનમાં ડઝનબંધ ન્યાયાધીશોના બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભાગ લેવાના સમાચારોને મનઘડંત અને ખોટા ગણાવતા બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયા (બીએઆઈ) એ, દિલ્હી ઉચ્ચ ન્યાયાલય (દિલ્હી હાઈ કોર્ટ) નો દરવાજો ખખડાવ્યો છે. બેડમિન્ટન એસોસિએશને આ સમાચારોને નકલી ગણાવતા તેમને હટાવવાની માંગ કરી છે. ઉચ્ચ ન્યાયાલયે આ અરજી પર આજે પણ બપોર પછી સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે.

બીએઆઈ ના વકીલ અપૂર્વ કુરુપે શુક્રવારે આ અરજી પર વહેલી સુનાવણીની માંગ કરી. કુરુપે કહ્યું કે, ડઝનબંધ ન્યાયાધીશોના લંડનમાં બેડમિન્ટન રમવાના સમાચારો વાયરલ થઈ ગયા છે. આ સમાચારોથી આ રમત બદનામ થઈ રહી છે. મેન્શનિંગ દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે તેમને અરજીની એડવાન્સ કોપી મળી ગઈ છે અને આ સંબંધમાં નકલી સમાચાર અનેક ગણી ઝડપી ગતિથી વાયરલ થઈ રહ્યા છે.

વાયરલ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને કેટલાક કેન્દ્રીય મંત્રીઓ સાથે દેશના લગભગ 75 ન્યાયાધીશો લંડન જઈને બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભાગ લીધો. વાયરલ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સમગ્ર આયોજન દેશના કરદાતાઓના પૈસાથી કરવામાં આવ્યું. આ વાયરલ પોસ્ટથી દેશની ન્યાયપાલિકાની સ્વતંત્રતા અને નિષ્પક્ષતા પર સવાલો ઉઠવા લાગ્યા. લોકો બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભાગ લેનારા ન્યાયાધીશોની ઇમાનદારી પર પણ સવાલો ઉઠાવવા લાગ્યા.

જોકે, સરકારની ફેક્ટ ચેકિંગ યુનિટ (તથ્ય તપાસ એકમ) એ આ સમાચારને નકારી કાઢતા કહ્યું કે, કેન્દ્રીય મંત્રીઓ અર્જુન મેઘવાલ અને કિરણ રિજિજુના લંડન જઈને બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભાગ લેવાના સમાચારો નકલી છે. ફેક્ટ ચેકિંગ યુનિટ (તથ્ય તપાસ એકમ) એ કહ્યું કે, જે તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે તે 2025 માં દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમની છે ન કે લંડનની.

હિન્દુસ્થાન સમાચાર / અમરેશ દ્વિવેદી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande