
વડોદરા, 19 જૂન (હિ.સ.) અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના આહ્વાનથી સમગ્ર રાજ્યમાં શિક્ષક હિતના વિવિધ પ્રશ્નોને લઈને જિલ્લા કક્ષાએ ધરણા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેના અનુસંધાનમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વડોદરા જિલ્લા દ્વારા 18 જૂન, 2026 ગુરુવારના રોજ બપોરે 3:00 થી 5:00 કલાક દરમિયાન જિલ્લા પંચાયત વડોદરા ખાતે શિક્ષકો ને 2010 પહેલા નિમણૂંક થયેલા તમામ શિક્ષકોને TET મુક્તિની માંગ સાથે ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
વર્ષો સુધી શિક્ષણ કાર્યમાં નિષ્ઠાપૂર્વક સેવા આપી રહેલા શિક્ષકોને પ્રમોશન અને ઉચ્ચતર જવાબદારીઓ માટે ફરીથી TET પરીક્ષા ફરજિયાત બનાવવામાં આવતા શિક્ષક સમાજમાં વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે. શિક્ષકોનું માનવું છે કે લાંબા સમયથી શિક્ષણ ક્ષેત્રે અનુભવ ધરાવતા શિક્ષકોની કાર્યક્ષમતા અને લાયકાત તેમની સેવાકીય કામગીરીથી સાબિત થાય છે, તેથી તેમને TET પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે સંગઠન સુપ્રીમ કોર્ટના ચુકાદાનો સંપૂર્ણ આદર કરે છે, પરંતુ સાથે સાથે શિક્ષક હિતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા જરૂરી નીતિગત નિર્ણય લઈ અનુભવી શિક્ષકોને TET માંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે.આ ધરણા કાર્યક્રમમાં વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં શિક્ષક ભાઈઓ અને બહેનો જોડાનાર છે. કાર્યક્રમ દરમિયાન શિક્ષકો પોતાના પ્રશ્નો અને માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરશે તથા શિક્ષક હિતમાં યોગ્ય નિર્ણય લેવા અપીલ કરશે.
જીલ્લામાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ના ધરણા કાર્યક્રમમાં માધ્યમિક શૈક્ષિક મહાસંઘ , ઉચ્ચતર માધ્યમિક શૈક્ષિક મહાસંઘ અને આચાર્ય શૈક્ષિક મહાસંઘ નું સંપૂર્ણ સમર્થન સાથે ધરણા માં પણ જોડાશે સાથે જીલ્લા ના કાર્યકરો ખભા પર કેસરી ખેસ ,હાથમાં માંગ કરતા પ્લેકાર્ડ ,બેનરો લઈ પોતાની માંગ મજબુતાઈ થી મુકશે .જિલ્લા સંગઠનના આગેવાનોએ તમામ શિક્ષક ભાઈ-બહેનોને અપીલ કરી છે કે તેઓ શિક્ષક હિતના આ મહત્વપૂર્ણ પ્રશ્ને એકજૂથ બની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે અને કાર્યક્રમને સફળ બનાવે.ધરણા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જિલ્લા વહીવટી તંત્ર મારફતે માનનીય કેન્દ્ર સરકાર અને સંબંધિત સત્તાધીશોને આવેદનપત્ર પાઠવી અનુભવી શિક્ષકોને TET પરીક્ષામાંથી મુક્તિ આપવાની માંગણી કરવામાં આવશે. આનું ટાઈટલ બનાવીને આપો
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ