પોરબંદર મહાનગરપાલિકાની ડિજિટલ પહેલ.
પોરબંદર, 19 જૂન (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુવિધા અને ડિજિટલ ગવર્નન્સને પ્રોત્સાહન આપવા માટે હાઉસ ટેક્સ (મિલ્કત વેરા)ની ઓનલાઈન ચુકવણી માટે આધુનિક પોર્ટલની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સુવિધાના કારણે હવે નાગરિકોને હાઉસ ટેક્સ ભરવ
પોરબંદર મહાનગરપાલિકાની ડિજિટલ પહેલ.


પોરબંદર, 19 જૂન (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુવિધા અને ડિજિટલ ગવર્નન્સને પ્રોત્સાહન આપવા માટે હાઉસ ટેક્સ (મિલ્કત વેરા)ની ઓનલાઈન ચુકવણી માટે આધુનિક પોર્ટલની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સુવિધાના કારણે હવે નાગરિકોને હાઉસ ટેક્સ ભરવા માટે મહાનગરપાલિકાની કચેરી સુધી ધક્કા ખાવાની કે લાંબી લાઇનમાં ઉભા રહેવાની જરૂર રહેશે નહીં. મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા આ https://erp.porbandarcity.in/Account/CitizenLogin પોર્ટલમાં પોરબંદર શહેરના નાગરિકો પોતાના મોબાઈલ ફોન અથવા કમ્પ્યુટર દ્વારા સરળતાથી લોગીન કરી શકશે. પોર્ટલમાં પ્રવેશ માટે નાગરિકોએ પોતાનો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે. મોબાઈલ નંબર દાખલ કર્યા બાદ પોર્ટલમાં લોગીન થઈ શકાશે અને ત્યારબાદ નાગરિકોએ પોતાનો પ્રોપર્ટી નંબર દાખલ કરવાનો રહેશે. પ્રોપર્ટી નંબર દાખલ કર્યા બાદ તેઓ પોતાના મિલ્કત વેરાનું બિલ જોઈ શકશે તેમજ બિલની વિગતો ચકાસીને ઓનલાઈન માધ્યમથી સરળ અને સુરક્ષિત રીતે હાઉસ ટેક્સની ચુકવણી કરી શકશે. સમગ્ર પ્રક્રિયા ઘર બેઠાં જ પૂર્ણ થઈ શકતી હોવાથી નાગરિકોના સમય અને શ્રમ બંનેની બચત થશે. મહાનગરપાલિકાની આ ડિજિટલ પહેલનો મુખ્ય હેતુ નાગરિકોને વધુ પારદર્શક, ઝડપી અને સરળ સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. ઓનલાઈન પેમેન્ટ સુવિધાથી નાગરિકોને સરકારી કચેરીના ધક્કામાંથી મુક્તિ મળશે અને માત્ર પોતાના મોબાઈલ ફોનના થોડા ક્લિક્સ દ્વારા જ હાઉસ ટેક્સની ભરપાઈ કરી શકશે. ડિજિટલ સેવાઓનો વ્યાપ વધે અને નાગરિકોને સરળ, ઝડપી તથા સુવિધાજનક સેવા મળી રહે તે માટે શહેરના તમામ નાગરિકોને આ ઓનલાઈન સુવિધાનો વધુમાં વધુ લાભ લેવા પોરબંદર મહાનગરપાલિકાએ અનુરોધ કર્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande