સુરત પાલિકાની શાળામાં રામાયણ અને ગીતા થકી વિદ્યાર્થીઓમાં સંસ્કારનું સિંચન
સુરત, 19 જૂન (હિ.સ.)-આજના ડિજિટલ યુગમાં જ્યાં બાળકોનો મોટાભાગનો સમય મોબાઇલ અને સોશિયલ મીડિયામાં પસાર થઈ રહ્યો છે, ત્યારે સુરત મહાનગરપાલિકા સંચાલિત એક શાળાએ શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન કરવાનો અનોખો પ્રયાસ કર્યો છે. વરિયાવ સ્થિત પ્રાથમિક શાળામાં ધ
वाल्मीकि कृत रामायण पुस्तिका का वितरण


સુરત, 19 જૂન (હિ.સ.)-આજના ડિજિટલ યુગમાં જ્યાં બાળકોનો મોટાભાગનો સમય મોબાઇલ અને સોશિયલ મીડિયામાં પસાર થઈ રહ્યો છે, ત્યારે સુરત મહાનગરપાલિકા સંચાલિત એક શાળાએ શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન કરવાનો અનોખો પ્રયાસ કર્યો છે. વરિયાવ સ્થિત પ્રાથમિક શાળામાં ધોરણ-8ના વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ અને જીવન મૂલ્યો સાથે જોડવાના હેતુથી વાલ્મિકી કૃત રામાયણ પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સુરત મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કવિશ્રી રમેશ પારેખ પ્રાથમિક શાળા ક્રમાંક-316, તાડવાડી-વરિયાવ ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન એક દાતાના સહયોગથી ધોરણ-8માં અભ્યાસ કરતા આશરે 100 જેટલા વિદ્યાર્થીઓને રામાયણની નકલો ભેટ આપવામાં આવી હતી.

શાળા દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે છેલ્લા કેટલાંક વર્ષોથી વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે ગત વર્ષે ધોરણ-8ના વિદ્યાર્થીઓને શ્રીમદ ભગવદ્ ગીતા અર્પણ કરવામાં આવી હતી. ગીતા દ્વારા કર્મયોગ, કર્તવ્યનિષ્ઠા અને જીવન મૂલ્યોનો સંદેશ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પરંપરાને આગળ વધારતાં આ વર્ષે રામાયણનું વિતરણ કરવામાં આવ્યું, જેથી વિદ્યાર્થીઓ ભગવાન શ્રીરામના આદર્શ જીવન, માતા-પિતાની સેવા, સત્યનિષ્ઠા, વચનપાલન, ત્યાગ અને આદર્શ માનવ જીવનના મૂલ્યોને સમજી શકે.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને રામાયણના આધ્યાત્મિક, નૈતિક અને સાંસ્કૃતિક મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વક્તાઓએ જણાવ્યું હતું કે રામાયણ માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ જીવન જીવવાની કળા શીખવતો મહાન ગ્રંથ છે. તેમાં દર્શાવવામાં આવેલા આદર્શો આજના સમયમાં પણ એટલાં જ પ્રાસંગિક છે.

શાળાના શિક્ષકોએ જણાવ્યું હતું કે શિક્ષણનો હેતુ માત્ર પરીક્ષામાં સારા ગુણ મેળવવાનો નથી, પરંતુ સારા અને જવાબદાર નાગરિકનું ઘડતર કરવાનો પણ છે. રામાયણ અને ગીતા જેવા ગ્રંથો વિદ્યાર્થીઓમાં સંવેદના, શિસ્ત, કર્તવ્યનિષ્ઠા, વડીલો પ્રત્યે આદર અને સમાજ પ્રત્યેની જવાબદારીની ભાવના વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને નિયમિત વાંચન કરવાની તથા ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારો સાથે જોડાયેલા રહેવાની પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જો બાળકો બાળપણથી જ આવા પ્રેરણાદાયી ગ્રંથોનું વાંચન કરશે તો તેમના વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન આવશે અને તેઓ ભવિષ્યમાં સંસ્કારી તથા જવાબદાર નાગરિક બની શકશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande