લોકસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ
પાટણ, 19 જૂન (હિ.સ.) : લોકસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રામનગર પ્રાથમિક શાળામાં ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્યમાં ઉપયોગી
લોકસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ.


પાટણ, 19 જૂન (હિ.સ.) : લોકસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રામનગર પ્રાથમિક શાળામાં ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્યમાં ઉપયોગી બને તે હેતુથી ચોપડા આપવામાં આવ્યા હતા.

પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ છેલ્લા બે વર્ષથી રાહુલ ગાંધીના જન્મદિવસે આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરી રહી છે. આ વર્ષે પણ પરંપરા જાળવી રાખી વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં પાટણ જિલ્લા કોંગ્રેસ પરિવારના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અંતે ઉપસ્થિત તમામ મહાનુભાવો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande