દીવના માછીમાર સમાજ માટે ખુશખબર: કેન્દ્ર સરકારની 16 યોજનાઓને મંજૂરી, ₹15 કરોડનો લાભ મળશે
દમણ, 19 જૂન (હિ.સ.) દીવના માછીમાર સમાજ માટે મોટી ખુશખબર સામે આવી છે. દમણ-દીવના લોકસભા સાંસદ ઉમેશભાઈ બાબુભાઈ પટેલના પ્રયત્નોથી ભારત સરકારના મત્સ્ય પાલન મંત્રાલય હેઠળ રજૂ કરાયેલ 16 પ્રસ્તાવોને હૈદરાબાદ સ્થિત નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડ (NFDB) દ્વાર
દમણ સાંસદ ઉમેશ પટેલ


દમણ, 19 જૂન (હિ.સ.) દીવના માછીમાર સમાજ માટે મોટી ખુશખબર સામે આવી છે. દમણ-દીવના લોકસભા સાંસદ ઉમેશભાઈ બાબુભાઈ પટેલના પ્રયત્નોથી ભારત સરકારના મત્સ્ય પાલન મંત્રાલય હેઠળ રજૂ કરાયેલ 16 પ્રસ્તાવોને હૈદરાબાદ સ્થિત નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડ (NFDB) દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

સાંસદ ઉમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, દીવના માછીમાર ભાઈઓ અને બહેનોના હિત માટે વિવિધ વિકાસલક્ષી યોજનાઓના 16 પ્રસ્તાવો NFDB સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં યોજાયેલી બેઠકમાં તમામ 16 પ્રસ્તાવો મંજૂર કરવામાં આવ્યા છે.

આ મંજૂરીના પરિણામે દીવના માછીમાર સમાજને અંદાજે ₹15 કરોડની વિવિધ યોજનાઓનો લાભ મળશે. આ યોજનાઓ દ્વારા મત્સ્ય ઉદ્યોગના વિકાસને પ્રોત્સાહન મળશે, રોજગારીની નવી તકો ઉભી થશે તેમજ માછીમારોની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે.

આ મહત્વપૂર્ણ સફળતા બદલ સાંસદ ઉમેશભાઈ પટેલે NFDBના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) શ્રી બેહરા તથા તેમની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે દીવના માછીમાર સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે આ એક મહત્વપૂર્ણ શરૂઆત છે.

સાંસદે વધુમાં જણાવ્યું કે અન્ય રાજ્યોના માછીમારો અથવા લાભાર્થીઓ પણ જો સરકારની યોજનાઓનો લાભ મેળવવા ઇચ્છતા હોય તો તેમને પણ સંપૂર્ણ માર્ગદર્શન અને સહયોગ આપવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande