ગીર સોમનાથ જિલ્લાની ૧૩,૦૫૪ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, દર વર્ષે રૂ.૧ લાખથી વધુની આવક મેળવતી ઉદ્યોગ સાહસિક મહિલાઓ
ગીર સોમનાથ 19 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગત ૧૨ વર્ષોમાં ઉદ્યોગસાહસિકતા, નાણાકીય સશક્તિકરણ અને જીવનનિર્વાહની વધુ સારી તકો દ્વારા નારીશક્તિને સશક્ત બનાવવાનું કાર્ય કર્યું છે. સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ માટે ઉઠાવેલા વિવિધ પ
ગીર સોમનાથ જિલ્લાની ૧૩,૦૫૪ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, દર વર્ષે રૂ.૧ લાખથી વધુની આવક મેળવતી ઉદ્યોગ સાહસિક મહિલાઓ


ગીર સોમનાથ 19 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગત ૧૨ વર્ષોમાં ઉદ્યોગસાહસિકતા, નાણાકીય સશક્તિકરણ અને જીવનનિર્વાહની વધુ સારી તકો દ્વારા નારીશક્તિને સશક્ત બનાવવાનું કાર્ય કર્યું છે. સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ માટે ઉઠાવેલા વિવિધ પગલાઓને કારણે આજે મહિલાઓ પગભર બનવા સાથે સમાજમાં વિવિધ સ્તર પર આગળ આવી છે.

સરકારની આવી જ એક યોજના છે ‘લખપતિ દીદી યોજના’. આ લખપતિ દીદી યોજના ગ્રામીણ સ્તરે પરિવર્તનની એક સશક્ત પહેલ બનીને ઉભરી છે. આ યોજના થકી ગીર સોમનાથ જિલ્લાની ગ્રામીણ મહિલાઓ સ્વતંત્ર, સશક્ત અને સક્ષમ બની છે. આ યોજના મહિલાઓને ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વિકસિત ભારત’ ના વિઝનમાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરે છે.

લખપતિ દીદી યોજના હેઠળ ગીર સોમનાથ જિલ્લામાં પ્રશંસનીય કામગીરી થઈ છે. ‘લખપતિ દીદી યોજના’ હેઠળ ગીર સોમનાથ જિલ્લાની ૧૩,૦૫૪ જેટલી મહિલાઓની આવક એક લાખથી વધુની રકમ સુધી પહોંચી છે અને તેઓ ‘લખપતિ દીદી’ બની છે.

આ ઉદ્યોગ સાહસિક મહિલાઓ પોતાની આવડત અને નિપૂણતાના જોરે વિવિધ કલા-કારીગરી, સુશોભન, સૌદર્ય પ્રસાધનોની ચીજવસ્તુઓ બનાવી અને રાજ્ય સરકાર દ્વારા યોજાતા મેળાઓમાં વેંચાણ કરી અને સારો નફો મેળવી રહી છે.

વિવિધ યોજનાકીય મેળાઓ, તાલીમ શિબિરો અને આજીવિકા પ્રવૃત્તિઓ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં કુલ ૧૩,૦૫૪ મહિલાઓ લખપતિ દીદી બનીને દર વર્ષે ઓછામાં ઓછી રૂ.૧ લાખની આવક પ્રાપ્ત કરી આર્થિક રીતે આત્મનિર્ભર અને સશક્ત બની છે.

વધુમાં જિલ્લામાં સમયાંતરે 'લોકલ ફોર વોકલ' અને 'આત્મનિર્ભર ભારત'ની થીમ હેઠળ રાજ્ય સરકાર દ્વારા 'સશક્ત નારી મેળા', ‘સખી મેળો’ સહિતના ઉપક્રમ યોજવામાં આવે છે. જેના દ્વારા મહિલા ઉદ્યોગ સાહસિકો સ્ટોલના માધ્યમથી હાથ બનાવટની ચીજવસ્તુઓ જેવી કે, હેન્ડિક્રાફટ, જ્વેલરી, મુખવાસ, હર્બલ પ્રોડક્ટ, વુડન ટોઈઝ, ડેર્રી પ્રોડક્ટ, આયુર્વેદિક પ્રોડક્ટ, મિલેટ, ખાખરા, પાપડ, અથાણા, મસાલા તેમજ વિવિધ સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા સામગ્રી અને અન્ય ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરે છે.

લખપતિ દીદી યોજના અને મિશન મંગલમના લાભ:-

મહિલાઓના આર્થિક અને સામાજિક ઉત્કર્ષ માટે જાણીતી આ યોજના અંતર્ગત ગ્રામીણ ગરીબ કુટુંબની ૧૦ બહેનો એકત્રિત થઈને ‘સખી મંડળ’ (સ્વસહાય જૂથ) બનાવે છે. પ્રારંભિક તબક્કે તેઓની ક્ષમતામાં વધારો કરી જૂથોને સક્ષમ કરવા માટે સરકાર તરફથી રૂ.૩૦,૦૦૦નું રીવોલ્વીંગ ફંડ આપવામાં આવે છે.ત્યારબાદ ગ્રામ્ય કક્ષાએ આવા ૧૦ સખી મંડળો મળીને ‘ગામ સંગઠન’ બનાવે છે, જેમાં ૧૦૦ બહેનો જોડાય છે. આ ગામ સંગઠનોને આજીવિકા કે કોઈ ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માટે સરકાર તરફથી કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ તરીકે રૂ.૧૫ લાખ સુધીની માતબર સહાય આપવામાં આવે છે.

આ ઉપરાંત, બહેનોને આજીવિકા માટે શરૂઆતમાં બેંક તરફથી રૂ.૧.૫ લાખની લોન ૭% વ્યાજ દરે મળે છે, અને નિયમિત હપ્તા ભરતા બીજા વર્ષે રૂ.૩ લાખ તથા આગળ જતાં રૂ.૨૦ લાખ સુધીની લોનમાં સ્ટેમ્પ ડ્યુટી માફી આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande