નારિયેળી વાવેતર વિસ્તાર સહાય થકી આર્થિક ટેકો મળ્યો, ગુજરાત નારિયેળી વિકાસ કાર્યક્રમ યોજના અંતર્ગત જિલ્લાના ખેડૂતોને મળી રહ્યો છે લાભ
ગીર સોમનાથ 19 જૂન (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લો ફળદ્રુપતાસભર જિલ્લો છે. આ જિલ્લો મુખ્યત્વે નારિયેળી અને કેસર કેરીનો ગઢ ગણવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના ખેડૂતોને અનેકવિધ બાગાયતી અને ખેતીલક્ષી યોજનાનો લાભ આપવામાં આવે છે. વેરાવળ તાલુકાના ચમોડા
નારિયેળી વાવેતર વિસ્તાર સહાય થકી આર્થિક ટેકો


ગીર સોમનાથ 19 જૂન (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લો ફળદ્રુપતાસભર જિલ્લો છે. આ જિલ્લો મુખ્યત્વે નારિયેળી અને કેસર કેરીનો ગઢ ગણવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના ખેડૂતોને અનેકવિધ બાગાયતી અને ખેતીલક્ષી યોજનાનો લાભ આપવામાં આવે છે. વેરાવળ તાલુકાના ચમોડા ગામના આવા જ એક ખેડૂત રાજેશભાઈ રામે બાગાયતી વિભાગ દ્વારા નારિયેળી વાવેતર વિસ્તાર સહાયના લાભ થકી નારિયેળીનું ઉત્પાદન કરી સારો નફો મેળવ્યો છે.

ચમોડા ગામના રહેવાસી રાજેશભાઈ રામે જણાવ્યું હતું કે, મેં ૨૦ વિઘાની જમીનમાં વાવેતર કર્યું છે અને તેમાં મેં નારિયેળીનો બગીચો કર્યો છે. આ નારિયેળીના બગીચા માટે રોપાની ખરીદી માટે જિલ્લા બાગાયતી વિભાગની કચેરી ખાતે અરજી કરી હતી. આ અરજી મંજૂર થતાં મને નારિયેળીના રોપાની ખરીદી માટે પહેલા હપ્તામાં રુ. ૬૦.૦૦૦ અને બીજા હપ્તામાં રુ.૧૦.૦૦૦ એમ કુલ રૂ.૭૦.૦૦૦ની બાગાયત વિભાગ તરફથી સહાય મળી છે.

નારિયેળીના રોપા ખૂબ જ મોંઘા આવે છે. જોકે્, સરકારની સહાય થકી ઘણો જ આર્થિક ટેકો મળ્યો છે. આ સહાય થકી મેં સારી જાતના નારિયેળીના રોપાનું વાવેતર કર્યું છે અને સારી એવી આવક મેળવી છે. એમ એમણે ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા ગુજરાત નારિયેળી વિકાસ કાર્યક્રમ યોજના અંતર્ગત નારિયેળી વાવેતર વિસ્તાર સહાયમાં વધુમાં વધુ રૂ.૪૦,૦૦૦/હેક્ટર પ્લાન્ટીંગ મટિરિયલ ખર્ચ, રૂ.૧૦,૦૦૦/હેક્ટર ઈનપુટ ખર્ચ, નાળીયેરી વાવેતર માટે પ્લાન્ટીંગ મટિરિયલ અને ઈનપુટ ખર્ચ ૭૫% મુજબ મહત્તમ ૩૭,૫૦૦ પ્રતિ હેક્ટર સહાય ૨ હપ્તા (૭૫:૨૫)માં મળવાપાત્ર થશે.

લાભાર્થી/ખાતા દીઠ મહત્તમ ૪ હેક્ટરની મર્યાદામાં આ સહાય મળવાપાત્ર છે. નારિયેળીની જાત મુજબ રોપાની કિંમત અલગ અલગ હોય છે. જેથી રોપાની કિંમત માટે બાગાયત નિયામકદ્વારા ફળઝાડ રોપા ઉછેર કેન્દ્રો પર વેચાણ માટે મંજૂર કરાયેલા ભાવ ધ્યાને લેવાના હોય છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande