સોમનાથ 12 વર્ષ વિશ્વાસના વિકાસના, જન કલ્યાણના.... દ્રોણેશ્વર ખાતે 'યોગ સપ્તાહ'ની ઉજવણી કરતાં વિદ્યાર્થીઓ
સોમનાથ,19 જૂન (હિ.સ.) સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષની ઉજવણી અનેકવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સોમનાથ જિલ્લામાં આ વર્ષે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. યોગ દિવસની ઉજવણ
દ્રોણેશ્વર ખાતે 'યોગ સપ્તાહ'ની ઉજવણી કરતાં વિદ્યાર્થીઓ


સોમનાથ,19 જૂન (હિ.સ.) સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષની ઉજવણી અનેકવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સોમનાથ જિલ્લામાં આ વર્ષે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. યોગ દિવસની ઉજવણી પહેલા રાજ્યભરમાં 14 જૂન થી 20 જૂન સુધી 'યોગ સપ્તાહ'ની ઉજવણી થઈ રહી છે.

આ ઉજવણીમાં સોમનાથ જિલ્લાના દ્રોણેશ્વરના વિદ્યાર્થીઓ પણ સહભાગી થયાં છે. 'યોગ સપ્તાહ'ની ઉજવણી અંતર્ગત સોમનાથ જિલ્લાના આધ્યાત્મિક સ્થળ એવા દ્રોણેશ્વર ખાતે આહલાદક વાતાવરણમાં શાંત અને રમણિય સ્થળે સ્વામિનારાયણ ગુરુકૂળના વિદ્યાર્થીઓએ યોગાસનો કર્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, આગામી યોગ દિવસ સુધીમાં સમગ્ર જિલ્લામાં બગીચાઓ, શાળાઓ, કોલેજો, કોર્પોરેટ ઓફિસો અને ઔદ્યોગિક એકમો ખાતે યોગ દિવસ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande