
ગીર સોમનાથ 19 જૂન (હિ.સ.) આજ રોજ ગીર સોમનાથ જીલ્લા ના સુત્રાપાડા શહેર દ્વારા આયોજિત નવનિયુક્ત અને યુવા રાજ્યસભા સાંસદ માનસિંગભાઈ પરમારજી ના સત્કાર સમારોહ નુ ભવ્ય આયોજન સુત્રાપાડા મુકામે રાખવામાં આવેલ હતું આ સત્કાર સમારોહમાં
સુત્રાપાડા શહેર તથા આજુબાજુ ના વિસ્તારમાંથીમોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, અને આગેવાનો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.
લોકસેવા, રાષ્ટ્રસેવા અને સંગઠન પ્રત્યેની આપની નિષ્ઠાને વંદન સાથે રાજ્યસભાના સભ્ય તરીકેની નવી જવાબદારી માટે જીલ્લાના તમામ કાર્યકરો દ્વારા હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. પ્રધાનમંત્રીના માર્ગદર્શનથી તેમના નેતૃત્વ હેઠળ ગુજરાત અને દેશના વિકાસને નવી દિશા મળે તથા જનસેવાના કાર્યોમાં સતત સફળતા પ્રાપ્ત થાય, તેવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ