વેરાવળ થી દ્વારકાધીશ મંદિર સુધીની ભવ્ય પગપાળા યાત્રાનો મંગલ પ્રારંભ
ગીર સોમનાથ 19 જૂન (હિ.સ.) દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ વેરાવળ સમસ્ત ખારવા સમાજના ભાઈઓ-બહેનો દ્વારા વેરાવળ થી જગત મંદિર દ્વારકા સુધીની પગપાળા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે રાત્રે આ આસ્થાભરી પદયાત્રાનો પ્રારંભ થયો હતો, જેમાં આશર
વેરાવળ થી દ્વારકાધીશ મંદિર સુધીની ભવ્ય પગપાળા યાત્રા


ગીર સોમનાથ 19 જૂન (હિ.સ.) દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ વેરાવળ સમસ્ત ખારવા સમાજના ભાઈઓ-બહેનો દ્વારા વેરાવળ થી જગત મંદિર દ્વારકા સુધીની પગપાળા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે રાત્રે આ આસ્થાભરી પદયાત્રાનો પ્રારંભ થયો હતો, જેમાં આશરે ૧૦૦ જેટલા ભાઈઓ-બહેનો દ્વારકાધીશના દર્શનાર્થે પગપાળા રવાના થયા છે.

આ પવિત્ર યાત્રાની શરૂઆત અખિલ ગુજરાત મચ્છીમાર મહામંડળના પ્રમુખ વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના અધ્યક્ષ કિશોર કુહાડા તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુ કુહાડા એ યાત્રિકોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ તકે યાત્રિકો દ્વારા ભારે હર્ષોલ્લાસ સાથે સમાજ ના પટેલ જીતુભાઈએફૂલહાર, શાલ ઓઢાડીને તેમજ મોમેન્ટો (પ્રતીક ચિહ્ન) અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને આગેવાનો વેરાવળ હોડી એસોસિએશનના પ્રમુખ હીરાભાઈ વધાવી, વેરાવળ બોટ એસોસિએશન ના ઉપ પ્રમુખ બાલાભાઈ કોટીયા, રામજીભાઈ કોટીયા, ખારવા સમાજ ના મંત્રી નારણભાઈ આગેવાન મોહનભાઇ આંજણી, ધનાભાઇ દોરીયા, આ મંગલ પ્રારંભના અવસરે વેરાવળ ખારવા સમાજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યાત્રિકોનો ઉત્સાહ વધાર્યો હતો: વેરાવળ અરવિંદભાઈ સહિત બહોળી સંખ્યામાં ભાઈઓ-બહેનો. દ્વારકાધીશ ભગવાનના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. તમામ પદયાત્રીઓની આ શ્રદ્ધાપૂર્વકની યાત્રા સુખરૂપ અને મંગલમય નીવડે તેવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande