વેરાવળમાં તરૂણ શ્રમયોગીઓ મળી આવતાં માલિકો સામે કાર્યવાહી
-ટાવર ચોક અને સટ્ટાબજાર વિસ્તારમાં તપાસ હાથ ધરાઈ. ગીર સોમનાથ 19 જૂન (હિ.સ.) : બાળશ્રમયોગી નાબુદી અંગેની ટાસ્કફોર્સ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા કક્ષાની બાળશ્રમયોગી નાબુદી અંગેની ટાસ્કફોર્સ સમિતિ સાથે વેરાવળના વિવિધ સ્થળોએ “બાળ મજૂરી નાબુદી
વેરાવળમાં તરૂણ શ્રમયોગીઓ મળી આવતાં માલિકો સામે કાર્યવાહી


-ટાવર ચોક અને સટ્ટાબજાર વિસ્તારમાં તપાસ હાથ ધરાઈ.

ગીર સોમનાથ 19 જૂન (હિ.સ.) : બાળશ્રમયોગી નાબુદી અંગેની ટાસ્કફોર્સ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા કક્ષાની બાળશ્રમયોગી નાબુદી અંગેની ટાસ્કફોર્સ સમિતિ સાથે વેરાવળના વિવિધ સ્થળોએ “બાળ મજૂરી નાબુદી રેડ” યોજાઈ હતી.

સરકારી શ્રમ અધિકારી એમ.એચ.પરમાર, મોડેલ સ્કુલ-ઇણાજના એ.આ. ડોડિયા, નાયબ નિયામક સમાજ કલ્યાણ અધિકારીની (વિ.જા.) કચેરીના પી.એસ.ચૌહાણ, જિલ્લા બાળ સુરક્ષા એકમના એમ.વી.ગોહિલ, જીલ્લા રોજગાર કચેરીના આર. એમ. વાઘ દ્વારા બાળમજૂરી નાબુદી ઝુંબેશ હેઠળ વેરાવળ શહેર વિસ્તારમાં જુદી જુદી જગ્યાઓએ દરોડા પાડવામાં આવ્યાં હતાં.

આ દરોડામાં વેરાવળ શહેરમાં ટાવર ચોક અને સટ્ટાબજાર વિસ્તારમાં આવેલી રંગોલી આઈસ્ક્રિમ, રીયા વાલા- ટાવર ચોક, કન્કેશ્વરી પ્રોવિજન સ્ટોર એમ ત્રણે સંસ્થામાં એક-એક તરૂણ શ્રમયોગી મળી કુલ ૦૩ (ત્રણ) તરૂણ શ્રમયોગીઓ મળી આવ્યાં હતાં. જેથી સંસ્થાના માલિકને બાળ અને તરૂણ મજુર (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ-૧૯૮૬ હેઠળ નોટીસ પાઠવી આગળની કેસ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે એમ સરકારી શ્રમ અધિકારી એમ.એચ.પરમારની એક યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande