વાપીમાં હૃદયરોગ નિવારણ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા રહ્યા ઉપસ્થિત
વાપી, 19 જૂન (હિ.સ.) વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) દ્વારા વાપી સ્થિત કનુ દેસાઈ VIA ઓડિટોરિયમ ખાતે કોરોનરી ધમની સાથે સંકળાયેલા રોગોના પ્રાથમિક નિવારણ (Primary Prevention of Coronary Artery Disease) વિષય પર જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હત
વાપીમાં હૃદયરોગ જાગૃતિ સેમિનાર


વાપી, 19 જૂન (હિ.સ.) વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) દ્વારા વાપી સ્થિત કનુ દેસાઈ VIA ઓડિટોરિયમ ખાતે કોરોનરી ધમની સાથે સંકળાયેલા રોગોના પ્રાથમિક નિવારણ (Primary Prevention of Coronary Artery Disease) વિષય પર જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

સેમિનારમાં હૃદયરોગના નિષ્ણાંત ડૉ. રમેશ કાપડિયા અને ડૉ. સમીર કાપડિયાએ કોરોનરી ધમનીના રોગો, તેના જોખમો, નિવારણના ઉપાયો અને હૃદયની તંદુરસ્તી જાળવવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સ્વસ્થ જીવનશૈલી, નિયમિત કસરત, સંતુલિત આહાર અને સમયસર તબીબી તપાસના મહત્વ પર ભાર મૂક્યો હતો.

કાર્યક્રમમાં ગુજરાત સરકારના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રદેશ મહામંત્રી ડૉ. પ્રશાંતભાઈ, પ્રદેશ ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, પ્રદેશ મંત્રી સોનલબેન સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, સાંસદ ધવલભાઈ પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, ધારાસભ્યો રમણભાઈ પાટકર, જીતુભાઈ ચૌધરી, ભરતભાઈ પટેલ, વાપીના મેયર દક્ષાબેન પટેલ તેમજ ઉદ્યોગપતિઓ, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો કાર્યક્રમમાં જોડાયા હતા.

કાર્યક્રમના અંતે VIAના હોદ્દેદારો દ્વારા મહેમાનો અને તબીબી નિષ્ણાંતોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સેમિનાર દ્વારા ઉપસ્થિત લોકોને હૃદયરોગ અંગે જાગૃતિ અને નિવારણ માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande