રીલ માટે ગુંડાગીરીનો સ્ટંટ ભારે પડ્યો, સચીન જીઆઈડીસીમાંથી ચાર યુવકો ઝડપાયા
સુરત, 19 જૂન (હિ.સ.): સુરતના સચીન GIDC વિસ્તારમાં સોશિયલ મીડિયા માટે દાદાગીરી દર્શાવતી રીલ બનાવવાના ચક્કરમાં ચાર યુવકો કાયદાની ઝપેટમાં આવી ગયા છે. જાહેરમાં લોખંડના સળીયા, લાકડાં અને બેલ્ટ સાથે લોકોમાં ભય ફેલાવતો તેમનો વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમા
Surat


સુરત, 19 જૂન (હિ.સ.): સુરતના સચીન GIDC વિસ્તારમાં સોશિયલ મીડિયા માટે દાદાગીરી દર્શાવતી રીલ બનાવવાના ચક્કરમાં ચાર યુવકો કાયદાની ઝપેટમાં આવી ગયા છે. જાહેરમાં લોખંડના સળીયા, લાકડાં અને બેલ્ટ સાથે લોકોમાં ભય ફેલાવતો તેમનો વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી. CCTV ફૂટેજમાં યુવકો એક વ્યક્તિનો પીછો કરતા અને રસ્તા પર આતંક મચાવતા જોવા મળ્યા હતા, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

વિડિયોમાં કેટલાક યુવકો હથિયારો સાથે દોડતા અને એક નિર્દોષ વ્યક્તિ પર હુમલો કરતા નજરે પડે છે. એટલું જ નહીં, તેઓ એક મકાનમાં ઘૂસી જઈ લોકોને ધમકાવતા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. આ સમગ્ર ઘટનાએ વિસ્તારના રહેવાસીઓમાં સુરક્ષાને લઈને ચિંતા વધારી હતી.

પોલીસ તપાસ દરમિયાન ખુલાસો થયો કે આ ઘટના પાછળ કોઈ જૂની દુશ્મની કે ગેંગવોર જવાબદાર નહોતું. આરોપીઓ સોશિયલ મીડિયા, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર લોકપ્રિયતા મેળવવા અને પોતાની દાદાગીરીની છાપ ઉભી કરવા માટે આ પ્રકારની રીલ બનાવી રહ્યા હતા. પરંતુ વાયરલ થયેલી આ રીલ જ તેમની સામે મહત્વનો પુરાવો બની ગઈ.

સચીન GIDC પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પાલીગામના વિરાટ કોમ્પ્લેક્ષ નજીકથી ચારેય આરોપીઓને ઝડપી લીધા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક માહિતીના આધારે હાથ ધરાયેલા ઓપરેશનમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસની ઝડપી કાર્યવાહીને કારણે સ્થાનિક લોકો અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande